Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

સૂર્યકુમાર હવે વિરાટ કરતા પણ ફાસ્ટ

મુંબઈ અને પોન્ડીચેરી વચ્ચેની મેચમાં ૧૩૩ રનની પારી રમીને સૂર્યકુમાર યાદવે લિસ્ટ-એ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી કરવાનો વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો. સૂર્યકુમારે ૨૨૯.૩૧ની સ્ટ્રાઈક રેટથી રમતા ૫૦ બોલમાં પોતાની સેન્ચુરી બનાવી હતી. આ પહેલા ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયા સામે રમતા જયપુરમાં વિરાટ કોહલીએ બાવન બોલમાં સેન્ચુરી બનાવી હતી. લિસ્ટ-એમાં સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી યુસુફ પઠાણે ૨૦૧૦માં અમદાવાદમાં મહારાષ્ટ્ર સામેની મેચમાં માત્ર ૪૦ બોલમાં કરી હતી.

(3:58 pm IST)