Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ફાસ્ટ બોલર વિનય કુમારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

નવી દિલ્હી: ભારતના ઝડપી બોલર વિનય કુમારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ટ્વિટર પર, તેણે આ માહિતી તેના સાથી ખેલાડીઓ, સાથીદારો અને ચાહકોને લખેલા પત્રમાં આપી. તેણે તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. વિનય કુમારના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે શાનદાર કારકિર્દી માટે અભિનંદન પાઠવ્યા છે. વિનય કુમારે ઘણા સમયથી આઇપીએલની વિવિધ ટીમો સાથે રમ્યા છે.

(6:09 pm IST)
  • મમતાના પ્રધાન ઉપર બોમ્બ ઝીંકાયો : બેની ધરપકડ : મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસ સરકારના પ્રધાન ઝાકીર હુસેન ઉપર બોમ્બ હુમલા અંગે બેની પશ્ચિમ બંગાળ સીઆઇડીએ ધરપકડ કર્યાનું જાહેર થયું છે. access_time 3:55 pm IST

  • કોરોનાનો ફુંફાડોઃ ભારતાં ૨૪ કલાકમાં ૧૬૫૭૭ કેસઃ ૧૨૦ લોકોને ભરખી ગયો : છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ભારતમાં કોરોનાના ૧૬૫૭૭ નવા કેસ સામે આવ્યા છે. ૧૨૧૭૯ લોકો સંક્રમણથી મુકત થયા છે, જ્યારે ૧૨૦ લોકોના મોત થયા છે, કુલ કેસ ૧,૧૦,૬૩,૪૯૧ થયા છે જેમા ૧૫૫૯૮૬ એકટીવ કેસ છેઃ ૧૫૬૮૨૫ લોકોના મોત થયા છેઃ ૧૦૭૫૦૬૮૦ લોકો સાજા થયા છે access_time 11:28 am IST

  • કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે ખુશખબરી : કોરોના કાળમાં સરકારે મોંઘવારી ભથ્થું કાપ્યું હતું ત્યારે હવે જાન્યુઆરી 2021થી જૂન 2021 સુધીમાં ડીએમાં વધારો થવાની શકયતા છે :આગામી દિવસોમાં જ નવા વધારા સાથે પગાર મળશે access_time 1:26 am IST