Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ચેસ માસ્‍ટર પ્રજ્ઞાનાનંદ ફાઇનલમાં નંબર-ટૂ સામે રમશે

ભારતનો ૧૬ વર્ષનો ચેસ-સ્‍ટાર આર.પ્રજ્ઞાનાનંદે ચેસેબલ માસ્‍ટર્સ ટુર્નામેન્‍ટની સેમી ફાઇનલમાં નેધરલેન્‍ડ્‍સના ખેલાડી અને આ સ્‍પર્ધાના મોખરાના પ્‍લેયર અનિશ ગિરિને ૩.૫-૨.૫થી હરાવીને ફાઇનલમાં પહોંચી ગયો હતો. ફાઇનલમાં પ્રજ્ઞાનાંનંદની ટક્કર ચીનના વર્લ્‍ડ નંબર-ટુ ડિન્‍ગ લાઇરેન સાથે થશે. ડિન્‍ગે ગઇ સેમી ફાઇનલમાં વર્લ્‍ડ નંબર-વન મેગ્નસ કાર્લસનને હરાવ્‍યો હતો.

(4:06 pm IST)