Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ગુજરાતની ટીમના ત્રણ આધારસ્‍થંભઃ હાર્દિક-મિલર અને રાશિદ

IPL ચેમ્‍પિયન બનવા હોટ ફેવરીટઃઘર આંગણેજ ફાઇનલ રમાનાર હોય પે્રક્ષકોનો પણ મળશે સપોર્ટ

નવીૅ દિલ્‍હી : કોલકત્તાના ઇડન ગાર્ડનમાં આઇપીએલની નવી, લીગ રાઉન્‍ડની નંબર-વન તેમ જ સોેથી ઓછા સુપરસ્‍ટાર્સ હોવા છતાં નવો ઇતિહાસ સર્જવાની તૈયારી કરી રહેલી ગુજરાત ટાઇટન્‍સ ટીમને લીગ રાઉન્‍ડમાં મોટા ભાગે મોખરે જાળવી રાખવામાં મુખ્‍ય બોલર મોહમ્‍મદ શમી, ઓપનર શુભમન ગિલ, મેચ-ફિનિશર રાહુલ તેવતિયા, વિકેટકીપર-બેટર વૃધ્‍ધિમાન સાહા તેમ જ અન્‍ય બોલર્સ યશ દયાલ,  લોકી ફર્ગ્‍યુસન અને અલ્‍ઝારી જોસેફનાં મહત્‍વનાં યોગદાનો હતાં, પરંતુ પરમ દિવસની પ્રથમ પ્‍લે-ઓફ (કવોલિફાયર-વન)માં ટીમના ટોચના ત્રણ ખેલાડીઓ કેપ્‍ટન હાર્દિક પંડયા, પિંગ-હિટર ડેવિડ મિલર અને ઓલરાઉન્‍ડર રાશિદ ખાને જે પફોર્મ કર્યુ એ કરોડો ક્રિકેટપ્રેમીઓને હંમેશા યાદ રહેશે.

ગુજરાત ટાઇટન્‍સ એક તો સાવ નવી ટીમ અને એમાં પણ પ્‍લે-ઓફમાં પહોંચવામાં પ્રથમ રહ્યા બાદ હવે પહેલા જ પ્રયાસમાં ફાઇનલમાં પહોંચી ગયેલી એવી ટીમ છે જેને ૧૫મી સીઝનની ટ્રોફી જીતવા માટે ફેવરિટ ગણવાનું કોઇ નહી નકારે.   (કલકત્તામાં હાર્દિક અને મિલરે મળીને ગણતરીપૂર્વક રનમશીન આગળ વધારીને ગુજરાત ટાઇટન્‍સને દિલધડક સંજોગોમાં ફાઇનલમાં પહોચાડી હતી. મિલરે વિજય મેળવ્‍યા બાદ કહ્યું. ‘હુ આ મહત્‍વની મેચમાં બેટિંગમાં આવ્‍યો ત્‍યારે શરૂઆતમાં નર્વસ હતો. જોકે હાર્દિકે મને ક્‍હ્યું કે બીજી કંઇ પણ ચિંતા કર્યા વગર તારી સ્‍ટાઇલથી રમતો રહે   અને લાગ મળે ત્‍યારે ગેપમાં તારા ફેવરિટ શોટ્‍સ મારતો રહે. હાર્દિકની આ સલાહથી મને ઘણો ફાયદો થયો હતો'

(4:26 pm IST)