Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

ટીમ ઈન્ડિયામાં ‘જમ્મુ એક્સપ્રેસ’ની એન્ટ્રી:T20 મેચમાં ઉમરાન મલિકને ડેબ્યૂ કરવાની મળી તક

ફાસ્ટ બોલર ઉમરાન મલિક આયર્લેન્ડ સામે ડેબ્યૂ T20 ઈન્ટરનેશનલ મેચ રમશે:પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરાયો

ભારત અને આયર્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચમાં ફાસ્ટ બોલર ઉમરાન મલિક ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરી રહ્યો છે. ઉમરાન મલિક 26 જૂન રવિવારના રોજ ડબલિનના માલાહાઇડમાં યોજાનારી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે. મેચ પહેલા, ટીમના વરિષ્ઠ બોલર અને U-કેપ્ટન ભુવનેશ્વર કુમારે ઉમરાનને તેની ટીમ ઈન્ડિયાની કેપ આપીને ભારતીય ટીમમાં આવકાર્યો હતો. આ સાથે, ઉમરાન મલિક અને તેની ભારતીય જર્સીને જોવાની આશા રાખતા લાખો ચાહકોની રાહનો અંત આવ્યો છે

(9:01 pm IST)