Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

આ બે મહિલા ક્રિકેટરોએ એકબીજાને ૪ વર્ષ ડેટ કરીઃ અને હવે કર્યા લગ્ન

સીડની, તા.૨૬: ક્રિકેટની દુનિયામાં આ સમયે કોરોનાને કારણે અશાંતિ છે. એક મેચ અથવા બે સિવાય કોઈ મેચ યોજાઇ રહી નથી. પરંતુ આ બધા સિવાય ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ખેલાડીઓએ લગ્ન કરી લીધા છે. ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહેલા બંને ખેલાડીઓ એક બીજાને પ્રેમ કરે છે.

ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓ ડેલિસા કેમિન્સ અને લૌરા હેરિસના લગ્ન રવિવારે થયાં હતાં. આ માહિતી તેણે ખુદ ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. તેણીએ તેના લગ્નના ઘણા ફોટા લોકો સાથે શેર કર્યા અને દરેકની શુભેચ્છા પાઠવવા બદલ આભાર માન્યો છે

જણાવી દઈએ કે હેરિસે ૨૦૧૮-૧૯ની વિમેન્સ બિગ બશ લીગ જીત્યા પછી કેમિન્સને પ્રપોઝ કર્યું હતું. બંને ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને બંને બ્રિસ્બેન હીટ ટીમનો ભાગ હતા.

ડેલિસાએ ઇંસ્ટાગ્રામ પર પોતાની વિશેષ ક્ષણ શેર કરી અને લખ્યું, 'અમારા લગ્ન દિવસને આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ બનાવનારા લોકોનો ખૂબ ખૂબ આભાર. નવવધૂ માટે નવવધૂઓ, અમારી સાથે હોવા બદલ આભાર. અમારું કુટુંબ અને મિત્રો કે જેમણે તેમનો દિવસ અમારી સાથે વિતાવ્યો છે, અમે તમારી સાથે પસાર કરેલા સમય અને પ્રેમ માટે આભારી છીએ.

(10:13 am IST)