Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

આજે નિવૃત થનાર ઝુલનને વર્લ્‍ડકપ ન જીત્‍યાનો વસવસો

સાડાચાર મહિના પહેલાં ભારતીય મહિલા ક્રિકેટની એક લેજન્‍ડ(૩૯ વર્ષની મિતાલી રાજ) નિવૃત થઇ અને આજે બીજી લેજન્‍ડ ૩૯ વર્ષની ઝુલન ર્ગોસ્‍વામી રિટાયર થઇ રહી છે. ઇંગ્‍લેન્‍ડ સામેની વન-ડે સિરીઝ ૨-૦થી જીતી ચૂકેલી ભારતીય ટીમની લોર્ડ્‍સમાં આજે (બપોરે ૩.૩૦ વાગ્‍યાથી) છેલ્‍લી વન-ડે છે અને એ ઝુલનની ફેરવેલ મેચ છે. હરમનપ્રીત કૌર એન્‍ડ કંપની આજે ઝુલનને ૩-૦ની કલીન-સ્‍વીપની ફેરવેલ-ગિફટ આપવા મક્કમ છે.
પેરન્‍ટ્‍સ, પરિવારનો સપોર્ટ
ઝુલન પヘમિ બંગાળના ચકદાહ નામના નાના નગરમાંથી આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટના સર્વોચ્‍ચ સ્‍તર સુધી પહોંચી હતી. વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ ૨૫૩ વિકેટ લેનાર ઝુલન બે દાયકાની લાંબી અને ઝમકદાર કરીઅર બદલ ખૂબ સંતુષ્‍ટ છે, પરંતુ આ ૨૦ વર્ષમાં વન-ડેનો વર્લ્‍ડકપ ન જીતી શકયાનો તેને રંજ છે. તેણે ગઇકાલે કહ્યુ કે, હું બે વર્લ્‍ડ કપની ફાઇનલ રમી છું અને એમાંથી એક પણ જો ભારત જીત્‍યું હોત તો મજા પડી જાત. અને માત્ર એ એક અફસોસ રહી ગયો છે. જોકે એકંદરે પત્રકારોને સંબોધતી વખતે ગઇકાલે ઝુલન ગોસ્‍વામી ભાવુક બની ગઇ હતી.
હુેં મારી કારર્કિર્દીથી ખૂબ ખુશ છું હું ૨૦૦૦૨ની સાલમાં ચકદાહ નામના નાના શહેરમાંથી આવી ત્‍યારે મને મહિલા ક્રિકેટ કે એના પ્રોફેશનલ સેટ-અપ વિશે કંઇ સૂઝબુઝ નહોતી. સદનસીબે મને મારા પેરન્‍ટસ અને પરિવારનો સપોર્ટ મળ્‍યો અને હું પ્રગતિ કરતી ગઇ
૧૯૯૭માં ઇડનમાં હતી બોલ-ગર્લ
ઝુલનને જાન્‍યુઆરી ૨૦૦૨માં એ સમયની કેપ્‍ટન અંૅજુમ ચોપડાના શુભ હસ્‍તે ઇન્‍ડિયા કેપ મળી હતી. ઝુલને ગઇ કાલે પત્રકારોને કહ્યુ કે ૨૦૦૨માં સાથીઓ સાથે રાષ્‍ટ્રગીત ગાયું મને મારી પ્રથમ કેપ્‍ટનના હાથે ઇન્‍ડિયા કેપ મળી અને મેં પહેલી ઓવર બોલિંગ કરી એ મારા માટે સર્વશ્રેષ્‍ઠ યાદગીરી છે, કારણકે મેં નાનપણમાં કયારેય ધાર્યુ ન હતું. ભારત વતી રમીશ. ૧૯૯૭માં કલકતાના ઇડન ગાર્ડન્‍સમાં ઓસ્‍ટ્રેલિયા અને ન્‍યુઝીલેન્‍ડ વચ્‍ચે વિમેન્‍સ વન-ડે વર્લ્‍ડ કપની ફાઇનલ રમાઇ હતી. એ ેમેચ વખતે હું ઇડનમાં બોલ-ગર્લ હતી અને ૯૦,૦૦૦ પ્રેક્ષકો વચ્‍ચે એ મેચનો આનંદ લેતી વખતે મેં સપનું સેવ્‍યુ હતુ કે મારે ભારતવતી રમવું છે.

કદાચ, ઝુલન વિમેન્‍સ આઇપીએલમાં રમે પણ ખરી!
આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થઇ રહેલી ઝુલન ગોસ્‍વામીએ શકયતઃ આગામી ફેબ્રુઆરી-માર્ચમાં રમાનારી સૌપ્રથમ વિમેન્‍સ આઇપીએલમાં રમવું કે નહીં એ વિશે હજી નક્કી નથી કર્યું. મહિલા પ્‍લેયર્સને પુરૂષ ખેલાડીઓ જેટલી એક સીઝન રમવાની મસમોટી રકમ નહીં મળે, પણ ઝુલન જો રમવા માગશે તો સીઝનના કદાચ બે-પાંચ કરોડ રૂૈપિયા તો તેને મળશે. તેણે ગઇકાલે કહ્યુ કે હજી સુધી વિમેન્‍સ આઇપીએલના આરંભ વિશે સતાવાર જાહેરાત નથી થઇ એટલે મેં કંઇ નક્કી નથી કર્યુ. જાહેરાત થશે ત્‍યારે નક્કી કરીશ. અત્‍યારે તો હું ઇન્‍ટરનેશનલ ક્રિેકેટમાંથી રિટાયર લઇ રહી છું.

 

(10:23 am IST)