Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ટી-૨૦ વર્લ્ડકપ : ભારત - પાક. મેચ ટીવી ઉપર ૧૦.૯ અબજ મિનિટ દર્શકોએ નિહાળ્યો

આ ટુર્નામેન્ટ દર્શકોએ ૧૧૨ અબજ મિનિટથી વધુ નિહાળી હતી

દુબઈઃ ICC મેન્સ T20 વર્લ્ડે સમગ્ર વિશ્વમાં રેકોર્ડ વ્યુઅરશિપ મેળવી છે અને તેને ૧.૬૭ મિલિયનથી વધુ લોકો ટીવી પર નિહાળે છે.  પાંચ વર્ષ પછી યોજાયેલી આ ટુર્નામેન્ટનું ૨૦૦ દેશોમાં ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર લગભગ ૧૦,૦૦૦ કલાક સુધી પ્રસારણ કરવામાં આવ્યું હતું.

  ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં દર્શકોની સંખ્યા વધી છે.  ભારતમાં સ્ટાર ઈન્ડિયા નેટવર્ક પર ભારત-પાકિસ્તાન મેચ ૧૫.૯ અબજ મિનિટથી વધુ જોવાઈ હતી.  આ મેચ T20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં સૌથી વધુ જોવાયેલી મેચ બની ગઈ.  અગાઉ, ૨૦૧૬ T20 વર્લ્ડ કપની ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની સેમિફાઈનલ મેચ સૌથી વધુ જોવામાં આવી હતી.  ભારત ટુર્નામેન્ટમાંથી વહેલુ થઈ જવા છતાં, ભારતમાં ટૂર્નામેન્ટ ટીવી પર ૧૧૨ અબજ મિનિટથી વધુ જોવાઈ હતી.

 ICC CEO જ્યોફ એલાર્ડિસે કહ્યું કે અમે ખુશ છીએ કે ટૂર્નામેન્ટને આટલા બધા દર્શકો મળ્યા છે.  આ દર્શાવે છે કે T20 ક્રિકેટ કેટલું લોકપ્રિય છે.  યુકેમાં, ભારત-પાકિસ્તાન મેચના દર્શકોની સંખ્યામાં ૬૦ ટકાનો વધારો થયો છે, જ્યારે એકંદરે બજારના દર્શકોમાં સાત ટકાનો વધારો થયો છે.  ટૂર્નામેન્ટનું પાકિસ્તાનમાં પ્રથમ વખત પ્રસારણ ત્રણ ચેનલો PTV, ARY અને Ten Sports પર કરવામાં આવ્યું હતું અને ૨૦૧૬ની સરખામણીમાં દર્શકોની સંખ્યામાં ૭.૩ ટકાનો વધારો થયો હતો.

(2:43 pm IST)