Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

જાયન્ટ કિલર સાઉદી સાથે આજે પોલેન્ડની ટકકર

આર્જેન્ટિનાને મંગળવારે હરાવીને મોટો અપસેટ સર્જનાર સાઉદી અરેબિયાની ટીમ સામે આજે પોલેન્ડના ખેલાડીઓ શરૂઆતથી જ સાવચેત રહેવાની સાથે આક્રમક મૂડમાં રમશે અને ડિફેન્સમાં પણ કોઇ કચાશ ન રહે ઍની ખાસ તકેદારી રાખશે. આજે પણ સાઉદી જીતશે તો ગ્રુપ સી ખૂબ ઓપન થઇ જશે અને સાઉદી નોકઆઉટ રાઉન્ડની વધુ નજીક પણ પહોંચી જશે. બીજી તરફ મેકિસકો સામેની મેચમાં પેનલ્ટી કિકમાં ગોલ કરવામાં નિષ્ફળ જનાર અને મેચને છેવટે ડ્રોમાં જતી જાનાર પોલેન્ડના રોબર્ટ લેવાન્ડોવ્સ્કીને આજે ઍવી ભુલનું પુનરાવર્તન જરાય નહી પરવડે, કારણકે હવે નોકઆઉટ રાઉન્ડ નજીક આવી રહયો છે.

(2:43 pm IST)