Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

લેથમની લડત સામે શિખરની ટીમ પરાસ્ત

૧૦૪ બોલમાં બનાવ્યા અણનમ ૧૪૫, વિલિયમસના ૯૪ અણનમઃ ઓકલેન્ડમાં ૩૦૦-પ્લસના સફળ ચેઝવાળી બીજી જ મેચ

સાતમી ઓડીઆઇ સેન્ચુરી ફટકાર્યા બાદ કેપ્ટનને ભેટી પડેલો ટોમ લેથમ

શ્રેયસ ઐયરની બધી મહેનત પાણીમાં ગઇ. તેણે ચાર સિકસર, ચાર ફોરની મદદથી ૮૦ રન બનાવ્યા હતા.

ન્યુ ઝીલેન્ડના પ્રવાસમાં ભારત ટી૨૦ સિરીઝ તો જીતી ગયું, પણ હવે ત્રણ મેચની  વન-ડે શ્રેણીમાં ભારતે હાર સાથે શરૂઆત કરી છે. ભારતે બેટિંગ મળ્યા બાદ ૫૦ ઓવરમાં ૭ વિકેટે બનાવેલા ૩૦૬ રનનો સન્માન જનક સ્કોર તો નોîધાવ્યો હતો, પરંતુ વિકેટકીપર ટોમ લેથમ (૧૪૫ અણનમ, ૧૦૪ બોલ, પાંચ સિકસર, ઓગણીસ ફોર) અને કેપ્ટન કેન વિલિયમસન (૯૪ અણનમ, ૯૮ બોલ, ઍક સિકસર, સાત ફોર)ની જાડી સામે ભારતીય બોલર્સ મર્યાદિત વિકલ્પોને કારણે નબળા સાબિત થયા હતા. બન્ને વચ્ચે ૧૬૫ બોલમાં ૨૨૧ રનની અતૂટ ભાગીદારી થઇ હતી.

ન્યુ ઝીલેન્ડે ૩૦૭ રનનો ટાર્ગેટ ૭ વિકેટ અને ૧૭ બોલ બાકી રાખીને મેળવી લીધો હતો. ઓકલેન્ડના ઇડન પાર્કમાં વન-ડેમાં કોઇ ટીમે ૩૦૦-પ્લસનો લક્ષ્યાંક ચેઝ કરી લીધો હોય ઍવું બીજી જ વખત બન્યું છે. ફેબ્રુઆરી ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયા સામે ન્યુ ઝીલેન્ડે ૩૩૭ રનનો લક્ષ્યાંક પાંચ વિકેટના ભોગે મેળવી લીધો હતો. ગઇ કાલે લેથમને મેન ઓફ ધ મેચનો પુરસ્કાર અપાયો હતો. તે પાંચમાં નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તે પાંચમાં નંબરે બેટિંગ કરવા આવ્યો હતો અને સાતમી વન-ડે સેન્ચુરી ફટકારીને કેપ્ટન સાથે અણનમ રહ્ના હતો.

શાર્દુલની ખર્ચાળ ઓવરમાં ટર્ન

ઍક તબક્કે યજમાન ટીમનો સ્કોર ૨૦મી ઓવરમાં ૩ વિકેટે ૮૮ રન હતો અને જા ત્યારે ભારતીયો વધુ ઍક કે બે વિકેટ લઇ શકયા હોત તો વિજય ભારતના કબજામાં હોત, પરંતુ વિલિયમસન સાથે ત્યારે લેથમ જાડાયો હતો અને બન્નેઍ છેક સુધી યુવાન ભારતીય બોલર્સને હંફાવ્યા હતા. અર્શદીપસિંહ, યુઝવેન્દ્ર ચહલ અને વોશિંગ્ટન સુંદરે ઍકેય વિકેટ તો નહોતી મળી, બન્ને કિવી બેટર્સ સામે તેમનું આક્રમણ નિસ્તેજ પુરવાર થઇ હતી. શરૂઆતમાં ફિન ઍલન (બાવીસ રન) ની વિકેટ લેનાર શાર્દુલ ઠાકુર ઇનિંગ્સની ૪૦મી ઓવર જરૂર ભૂલવાની કોશિશ કરશે, કારણકે લેથમે તેની ઍ ઓવરમાં ચાર ફોર અને ઍક સિક્સરની મદદથી પચીસ રન ખડકી દીધા હતા. ઍ ઓવરથી જ બાજી પલટાઇ ગઇ હતી અને ન્યુ ઝીલેન્ડની તરફેણમાં જતી રહી હતી. વિલિયમને વિનિંગ રન પણ બાઉન્ડરીથી બનાવ્યા હતા.

ઉમરાન ચમક્યા પછી ખર્ચાળ

જમ્મુનો ફાસ્ટ બોલર ઉમરાન મલિક ગઇ કાલે શરૂઆતમાં કાતિલ બોલિંગને કારણે છવાઇ ગયો હતો. તેણે ગણતરીની ઓવર્સમાં વિકેટકીપર ડેવોન કોન્વે (૨૪) અને ડેરિલ મિચલ(૧૧) ની વિકેટ લીધી હતી, પણ પછી લેથમ અને વિલિયમસન સામે નહોતો ફાવ્યો અને ખર્ચાળ સાબિત થયો હતો. તેની ૧૦ ઓવરમાં ૬૬ રન બન્યા હતા. ટી૨૦માં ધૂમ મચાવનાર અર્શદીપસિંહ (૬૮ રનમાં વિકેટ નહી), શાર્દુલ ઠાકુર (૬૩ રનમાં ઍક) અને ચહલ (૬૭ રનમાં વિકેટ નહી) પણ ખર્ચાળ પુરવાર થયા હતા.

શ્રેયસ, શિખર,ગિલની હાફ સેન્ચુરી

ઍ પહેલાં, ભારતે ૭ વિકેટે જે ૩૦૬ રન બનાવ્યા હતા. ઍમાં શ્રેયસ ઐયર (૮૦ રન, ૭૬ બોલ, ચાર સિકસર, ચાર ફોર), કેપ્ટન શિખર ધવન(૭૨ રન, ૭૭ બોલ, ૧૩ ફોર) તથા શુભમન ગિલ (૫૦ રન, ૬૫ બોલ, ત્રણ સિક્સર, ઍક સિક્સર) ના સૌથી મોટા યોગદાનો હતા. ટી૨૦ સિરીઝમાં ન રમવા મળ્યો ઍનો અફસોસ ભૂલીને ગઇ કાલે સિરીઝની પ્રથમ વન-ડે માં રમવા મળેલી તકનો સંજુ સેમસન (૩૬ રન, ૩૮ બોલ, ચાર ફોર)  પૂરો લાભ નહોતો લઇ શકયો.

સુંદરની ફટકાબાજી ઍળે ગઇ

સુંદરે પણ ગઇ કાલે બેટિંગમાં પોતાનો થોડો પરચો કરાવી દીધો હતો. તેણે માત્ર ૧૬ બોલમાં ત્રણ સિકસર અને ત્રણ ફોરની મદદથી અણનમ ૩૭ રન બનાવ્યા હતા, પરંતુ પછીથી બોલિંગમાં તેને કોઇ સફળતા નહોતી મળી. ભારતની ઇનિંગ્સમાં કિવી બોલર્સમાંથી ટિમ આઉધી અને લોકી ફર્ગ્યુસને ત્રણ-ત્રણ તેમ જ ઍડમ મિલ્નઍ ઍક વિકેટ લીધી હતી. મેટ હેન્રી અને મિચલ સેન્ટનરને વિકેટ નહોતી મળી.

બીજી વન-ડે રવિવારે

હવે રવિવારે (ભારતીય સમય મુજબ સવારે ૭.૦૦ વાગ્યાથી) બીજી વન-ડે હેમિલ્ટનમાં રમાશે. ઍ મેચ જીતીને ભારતે સિરીઝ ૧-૧ લેવલ કરવી જ પડશે.

(4:35 pm IST)