Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ઇરાને વેલ્સના બેલની ૧૧૦મી મેચ બગાડીઃ ૨-૦થી જીત્યું

ફિફા વર્લ્ડ કપમાં ગઇ કાલે ગ્રૃપ‘બી’માં ઇરાને વેલ્સની ટીમને મોડેથી કરેલા બે ગોલની મદદથી ૨-૦થી હરાવીઍ ત્રણ પોઇન્ટ મેળવી લીધા હતા. રૌઝબે શેશ્મીઍ ૯૦ મિનિટની મુખ્ય મેચ પછી ૮મી મિનિટે (કુલ ૯૮મી મિનિટે) અને પછી રામિન રઝાઇયાને ૧૦૧મી મિનિટે ગોલ કરીને ઇરાનને રોમાંચક વિજય અપાવ્યો હતો. વેલ્સના સ્ટાર ખેલાડી ગેરેથ બેલની આ ૧૧૦મી ઇન્ટરનેશનલ મેચ હતી, જેમાં તે પોતાની ટીમને પરાજયથી રોકી નહતો શકયો.

વેલ્સના ગોલકીપર વેઇન હેનેસીને ગંભીર ફાઉલ બદલ ૮૬મી મિનિટે રેડ કાર્ડ બતાવીને મેચમાંથી કાઢી મૂકવામાં આવ્યો ઍ પછી વેલ્સે બેક-અપ ગોલકીપર ડેની વાર્ડની મદદ લેવી પડી હતી. અને તે આવ્યા પછી ઇરાનના ખેલાડીઓઍ પરિસ્થિતિનો લાભ લઇ બે વિનિંગ ગોલ કર્યા હતા.

વેલ્સની હવે  ક્ટ્ટર હરીફ ઇંગ્લેન્ડ સામે ગ્રુપ-સ્ટેજની મેચ બાકી છે.        સેનેગલે ગઇ કાલે યજમાન કતારને આટલા સ્કોરથી હરાવી દેતા કતાર ટુર્નામેન્ટમાંથી ઓલમોસ્ટ આઉટ થઇ ગયુ છે.

 

ઇરાનને છેલ્લી મિનિટે ગોલ અપાવતો રામિન રઝાઇયા. (૩૯.૮)

(4:31 pm IST)