Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

વિલિયમસને પાંચ-પાંચ ભારતીય કેપ્ટનો સાથે લીધી છે ટકકર

ધોની, કોહલી, રોહિત, હાર્દિક અને હવે ધવન

કેન વિલિયમસનની ગણના ભારતના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની સાથે થાય છે. ઍનું મુખ્ય કારણ ઍ છે કે માહીની જેમ વિલિયમસન પણ ‘કૂલ કેપ્ટન’ છે. ક્યારેય કોઇ વિવાદમાં ન આવેલો વિલિયમસન હજી પણ ન્યુઝીલેન્ડની બેટિંગ લાઇન અપ માટે આધારસ્તંભ ગણાય છે.

ગઇ કાલે વિલિયમસન વધુ ઍક ભારતીય કેપ્ટન સામે રમ્યો. વાત ઍવી છે કે ૨૦૧૪માં વિલિયમસન ભારત સામે ઘરઆંગણે વન-ડે શ્રેણી રમ્યો હતો ત્યારે  બ્રેન્ડન મેક્લમ ન્યુઝીલેન્ડનો સુકાની હતો. જાકે ૨૦૧૬માં ભારતના પ્રવાસે વિલિયમસન કેપ્ટન તરીકે આવ્યો હતો. ત્યારે તેની સામે ધોની કેપ્ટન હતો. ત્યાર પછી તો વિલિયમસને બીજા ચાર ભારતીય કેપ્ટનોનો અલગ-અલગ ફોર્મેટમાં અને ભિન્ન સિરિઝમાં સામનો કર્યો. ટેસ્ટ તેમ જ વન-ડે અને ટી૨૦ સહિતનાં ત્રણેય ફોર્મેટમાં રમતા વિલિયમસન સામે હરીફ ભારતીય કેપ્ટન તરીકે વિરાટ કોહલી, રોહિત શર્મા પણ રમી ચૂક્યા છે. ગયા અઠવાડિયે ટી૨૦ સિરીઝમાં હાર્દિક પંડ્યા હતો વિલિયમસનનો હરીફ અને હવે શિખર ધવન સામે તે હરીફ સુકાની છે.

(4:33 pm IST)