Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ભારતીય શૂટર્સે ફરી કર્યા નિરાશ, બોકિંસગમાં મેડલની આશાઃ ટેબલ ટેનિસમાં હાર

શુટીંગમાં આશા મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડી હારીઃ બોકસર લવલીના કવાર્ટર ફાઇનલમાં

 નવી દિલ્હી : ટોકિયો ઓલિમ્પિકમાં ભારત માટે આજનો દિવસ શૂટિંગ અને ટેબલ ટેનિસ માટે નિરાશાજનક રહ્યો છે. જ્યારે બોકિંસગમાં ભારત માટે આશા જાગી છે.  શૂટિંગમાં ભારત માટે મેડલની સૌથી મોટી આશા મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડી ૧૦ મીટર એર પિસ્ટલ મિકસ્ડ ટીમ સ્પર્ધામાં ફાઈનલ સુધી પહોંચી નહોતી. આ જ રીતે અભિષેક વર્મા અને યશસ્વિની દેસવાલની જોડી પણ આ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી.   આ સિવાય ૧૦ મીટર એર રાઈફલ મિકસડ ટીમ ઈવેન્ટમાં પણ દિવ્યાંશસિંહ પવાર અને ઈલાનેવિલ વાલવિરાન તેમજ અંજુમ મોદગિલ અને દિપક કુમારની જોડી પણ ફેંકાઈ ગઈ હતી.  ટેબલ ટેનિસમાં ભારતની એક માત્ર આશા અચંતા શરદ કમલ સ્વરૂપે હતી. જોકે તેમની પણ આજે ત્રીજા રાઉન્ડમાં ચીનના ખેલાડી સામે હાર થઈ ગઈ હતી.  જોકે બોકિંસગમાં મહિલાઓની ૬૯ કિલોની કેટેગરીમાં ભારતની લવલિનાએ જર્મનીની એપેટઝ નેદિનને ૩-૨થી હરાવીને મુકાબલો જીતી લીધો હતો. આમ તેને કર્વાટર ફાઇનલમાં સ્થાન મળ્યુ છે તે હવે મેડલથી એક મેચ જ દુર છે.

(3:38 pm IST)