Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

હાર્દિકે શ્રીલંકાના ક્રિકેટર ચામિકાને બેટ ભેટમાં આપ્યું : આ ખેલાડીએ વિડીયો શેર કર્યો

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડીયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ, શ્રીલંકન ખેલાડી ચામિકા કરૂણારત્ને ને એક ખાસ ગીફ્ટ આપી છે. ચામિકાએ તેનો એક વિડીયો શેર કરીને હાર્દિક પંડ્યાને પોતાનો રોલ મોડલ બતાવ્યો હતો.

 હાર્દિક પંડ્યા હજુ સુધી શ્રીલંકા પ્રવાસમાં ખાસ દેખાવ પ્રદર્શીત કરી શક્યો નથી. તેનુ બેટ પણ ખાસ ગરજી શક્યુ નથી. હાર્દિક પંડ્યા પર હવે આલોચકો પણ નિશાન તાકી રહ્યા છે. ચામિકા કરુણારત્નેએ  પ્રથમ ટી-૨૦ મેચમાં  ડેબ્યૂ કર્યુ હતુ. જેને લઇને હાર્દિક પંડ્યાએ ચામિકાને બેટ ગીફ્ટ કર્યુ હતુ.

 ભારતીય ઓલરાઉન્ડપ હાર્દિક પંડ્યાનુ બેટ સ્વિકાર કરવાને લઇને ચામિકાએ ગૌરવનો અહેસાસ કર્યો હોવાનુ કહ્યુ હતુ. ચામિકાએ બેટ ગીફ્ટ મળ્યાનો વિડીયો શેર કર્યો હતો. જેને હાર્દિક પંડ્યાએ તે પોષ્ટને પોતાની ઇન્સ્ટા સ્ટોરી તરીકે શેર કરી હતી. ચામિકા એ વિડીયો શેર કરતા લખ્યુ હતુ કે, પોતાની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ મેચ પર રોલ મોડલ હાર્દિક પંડ્યા થી બેટ મેળવીને ખૂબ ગૌરવ અનુભવુ છું. તમે એક શાનદાર માણસ છો, તમે આ જે કર્યુ તેના મારુ દીલ જીતી લીધુ છે. હું આ દિવસ ક્યારેય નહી ભુલી શકુ. ભગવાનની કૃપા હંમેશા આપની પર બની રહે.

(3:40 pm IST)