Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ભારતને તમારા યોગદાન પર ગર્વ છે, તમે આપણા નાગરીકો માટે પ્રેરણાસ્ત્રોત છો

તલવારબાજીમાં ભવાની દેવી હારી જતાં માફી માંગી તો નરેેન્દ્રભાઇએ આ ખેલાડીનો ઉત્સાહ વધાર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં બીજા તબક્કામાં બહાર થવા છતાંય ઇતિહાસ રચનાર ભારતીય તલવારબાજ સી એ ભવાની દેવીનો વિશ્વાસ વધારતા કહ્યું કે દેશને તેમના યોગદાન પર ગર્વ છે. પ્રધાનમંત્રી મોદીએ ભવાનીના ટ્વીટને રિટ્વીટ કરતાં કહ્યું કે તમે તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને આ જ અગત્યનું છે. હાર અને જીત જીવનનો અંગ છે. ભારતને તમારા યોગદાન પર ગર્વ છે. તમે આપણા નાગરિકો માટે પ્રેરણાસ્ત્રોત છો.

(3:41 pm IST)