Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ફાઈવ-અ-સાઈડ ટૂર્નામેન્ટમાં કલીના રેન્જર્સ ચેમ્પિયન બની

જુનિયર્સ ફાઇવની ગ્લોબલ ફાઇવ-અ-સાઇડ ટૂર્નામેન્ટ : ભારતમાં સૌથી મોટી ૫ અ સાઇડ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ૧૮ શહેરોની ૨૭૦૦થી વધુ ટીમોએ ભાગ લીધો

પણજી, તા.૨૭ : રેડ બુલ નેયમાર જુનિયર્સ ફાઇવ ભારતમાં તેના પાંચમાં વર્ષ સાથે પરત ફરી છે જેમાં દેશની ક્વોલિફાયર્સમાં ભાગ લેતી ૨૭૦૦થી વધુ ટીમો ભાગ લઇ રહી છે.

ચેમ્પિયનશીપની ૨૦૨૧ એડિશનમાં ભારતભરતના ૧૮ શહેરોમાથી ક્વોલિફાયર્સ હતા જે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં યોજાઇ હતી, જેમાં પ્રત્યક શહેરની વિજેતા ટીમે શુક્રવાર, ૨૪ સપ્ટેમ્બરના રોજ એલ્લા ગ્રાઉન્ડ, કરમબોલમીન, ગોવા ખાતે રાષ્ટ્રીય ફાઇનલમાં સ્પર્ધા કરી હતી. સેમિ-ફાઇનલ્સમાં સ્થાન પ્રાપ્ત કરનાર ટીમ્સમાં ગોવાની કલીના રેન્જર્સ, પૂણાની સન્ની બોયઝ, કોચીની બ્લેક એન્ડ વ્હાઇટ એફસી અને દિલ્હીની ઝેક એફસીનો સમાવેશ થાય છે. સેમીમાં કલીના રેન્જર્સે બ્લેક એન્ડ વ્હાઇટ એફસી  અને દિલ્હીની સન્ની બોયઝ એફસી (બન્નેને -) હરાવી દીધી હતી. ગોવા સિટીની ક્વોલિફાયર વિજેતા ટીમ કલીના રેન્જર્સે પૂણે સિટીની વિજેતા ટીમ સન્ની બોયઝ -૦ને આખરી મેચમાં હરાવી દીધી હતી અને રેડ બુલ નેયમાર્સ જુનિયર ફાઇવ ઇન્ડિયા ચેમ્પીયન્સ તરીકે જાહેર થઇ હતી અને કતારમાં વૈશ્વિક ફાઇનલ સ્પર્ધા કરવાની તક પ્રાપ્ત કરી હતી જ્યાં તેઓ સુપરસ્ટાર ફૂટબોલર નેયમાર જુનિયરને મળવાની પણ તક મેળવશે.

રેડ બુલ નેયમાર જુનિયર્સ ફાઇવ બ્રાઝિલના સ્ટારની સિગ્નેચર ફાઇવ--સાઇડ ટૂર્નામેન્ટ છે જે વિશ્વના દરેક ખૂણાંમાંથી ૧૬ થી ૩૫ વર્ષની વયના ખેલાડીઓને તેમના સહિયારા જુસ્સાઃ ફૂટબોલની ઉજવણી માટે એકસાથે લાવે છે. તે એક ઝડપી, ટેકનિકલ અને મનોરંજક સ્પર્ધા છે, જેમાં પાંચ ખેલાડીઓની બે ટીમો, ગોલકીપર સિવાય, તેમની વસ્તુઓ પર નજર રાખવા અને નેયમાર જુનિયરને પ્રભાવિત કરવાની તક જીતવા માટે ૧૦ મિનિટ હોય છે. રોમાંચક બાબતમાં ટ્વિસ્ટ છે કે ટીમ દ્વારા કરવામાં આવતા પ્રત્યેક ગોલ પર વિરોધી સભ્યએ મેદાન છોડવું પડશે. મહત્તમ ખેલાડીઓ ધરાવતી ટીમ રમત બગાડે છે.

રેડ બુલ નેયમાર જુનિયર્સ ફાઇવ ૨૦૧૯ ઇન્ડિયા ચેમ્પીયન્સ, મુંબઇની કલીના રેન્જર્સએ ભારતનુ બ્રાઝિલ ખાતે વૈશ્વિક ફાઇનલ્સમાં પ્રતિનિધિત્વ કર્યુ હતુ અને હંગેરી સામે ઐતિહાકિસ જીત સાથે મૂલ્યવાન અનુભવ પ્રાપ્ત કર્યો હતો, જેમને આખરે ટૂર્નામેન્ટના વિજેતાનો તાજ એનાયત થયો હતો. ટીમના કેટલાક સભ્યો ૨૦૨૧ નેશનલ ચેમ્પીયન સ્ક્વોડના ભાગી છે જેઓ ૨૦૨૧ એડિશનની વૈશ્વિક ફાઇનલ્સમાં સંપર્ધા કરવા માટે કતાર જશે.

કલીના રેન્જર્સ (વિજેતા ટીમ) સભ્યોડેનિશ ખાન, મેલ્વિન બાર્બોઝા, ક્રેઇગ ડીસોઝા, જોહ્નસન ડીસિલ્વા, સ્કોટ્ટ મારસ, ડિયોન મેનેઝીસ અને ક્લિન્ટોન ડીસૌઝા

મેચ રિપોર્ટરેડ બુલ નેયમાર જુનિયર્સ ફાઇવ ૨૦૨ નેશનલ ફાઇનલ્સઃ

સેમી ફાઇનલ કલીના રેન્જર્સ (ગોવા) - બ્લેક એન્ડ વ્હાઇટ એફસી (કોચી)

સેમી ફાઇનલ : સન્ની બોયઝ (પૂણે) - ઝાક એફસી (દિલ્હી)

ફાઇનલ મેચ પરિણામઃ કલિના રેન્જર્સ (ગોવા) - સન્ની બોયઝ (પૂણે)

ગોવાનું પ્રતિનિધિત્વ કરતા કલીના રેન્જર્સને રેડ બુલ નેયમાર જુનિયર્સ ફાઇવ ૨૦૨૧ એડીશનના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને તેઓ હવે ભારતને ચાલુ વર્ષે કતાર ખાતે વૈશ્વિક ફાઇનલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

(8:03 pm IST)