Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી પહેલા ટીમ ઇન્ડિયાને ઝટકો : દીપક હુડા અને શમી ઈજાના કારણે બહાર

BCCIએ હાર્દિક પંડ્યાને આરામ આપ્યો: પંડ્યાની જગ્યાએ સ્પિનર ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને ટીમમાં સ્થાન અપાયું : હવે દીપક હુડ્ડાની જગ્યાએ શ્રેયસ અય્યરને અને મોહમ્મદ શમીની જગ્યાએ ઉમેશ યાદવનો સમાવેશ

દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.  ટીમના બે સ્ટાર ખેલાડી દીપક હુડા અને મોહમ્મદ શમી ઈજાના કારણે આ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. આ સાથે BCCIએ હાર્દિક પંડ્યાને આરામ આપ્યો હતો. આ ત્રણ ખેલાડીઓની ગેરહાજરીમાં ભારત માટે શ્રેણીમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

હવે હાર્દિક પંડ્યાની જગ્યાએ સ્પિનર ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને ટીમમાં જગ્યા મળી છે. બીજી તરફ દીપક હુડ્ડાની જગ્યાએ શ્રેયસ અય્યરને અને મોહમ્મદ શમીની જગ્યાએ ઉમેશ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમેશ યાદવ ટીમ સાથે તિરુવનંતપુરમ પહોંચી ગયો છે. નોંધનીય છે કે શમીના સ્થાને ઉમેશ યાદવને ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં તક મળી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ રવિવારથી કેરળની રાજધાનીમાં છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક વરિષ્ઠ સૂત્રએ નામ ન આપવાની શરતે  જણાવ્યું હતું કે ‘શમી કોવિડ-19માંથી સાજો થયો નથી. તેને વધુ સમયની જરૂર છે અને તેથી તે દક્ષિણ આફ્રિકા શ્રેણીમાંથી બહાર થઈ જશે. દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે શમીના સ્થાને ઉમેશ યાદવ ટીમમાં રહેશે.

 

(9:36 pm IST)