Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ: મનિકા બત્રાનું શાનદાર પ્રદર્શન: ઈતિહાસ રચવાથી માત્ર એક ડગલું દૂર

નવી દિલ્હી: મનિકા બત્રા વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની મહિલા ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે, જેનાથી ભારત ઐતિહાસિક મેડલથી માત્ર એક જીત દૂર છે. મણિકા અને અર્ચના કામથે હંગેરીની ડોરા મદરાજ અને જ્યોર્જીના પોટાને 11-4, 11-9, 6-11, 11-7થી હરાવ્યા હતા. હવે તેનો મુકાબલો લક્ઝમબર્ગની સારા ડી નુટ્ટે અને શિયા લિયાન નિસે સામે થશે. સેમિફાઇનલમાં હારનારને પણ બ્રોન્ઝ મેડલ મળશે.

(6:14 pm IST)