Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

પીચના ડેન્જર એરિયાને ક્રોસ કરતા અશ્વિન સાથે અમ્પાયરને વિવાદ

ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ ટેસ્ટમાં મેદાન પર વિવાદ : અમ્પાયર નીતિન મેનને અશ્વિનને ટોકયો હતો : બે થી ત્રણ વખત આવું થયું હતું એ પછી ઉગ્ર દલીલબાજી થઈ

નવી દિલ્હી, તા.૨૭ : કાનપુર ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડના બેટસમેનોએ લંચ બાદ બે વિકેટના ભોગે ૨૦૦ રનનો આંકડો પાર કરી લીધો છે.

જોકે લંચ પહેલા ટીમ ઈન્ડિયાના સ્પીનર અશ્વિન અને અમ્પાયર નિતિન મેનન વચ્ચે ભારે ચકમક ઝરી હતી અને એ પછી કેપ્ટન રહાણેને દરમિયાનગિરિ કરવી પડી હતી.શનિવારે ત્રીજા દિવસે અશ્વિનને અમ્પાયર મેનને ટોકયો હતો.

અશ્વિન રાઉન્ડ ધી વિકેટ બોલિંગ કરી રહ્યો હતો અને બોલ નાંખ્યા બાદ તે ઓવર ધ વિકેટ પહોંચી જતો હતો.આ દરમિયાન તે પીચનો ડેન્જર એરિયા ક્રોસ કરી રહ્યો હતો અને નોન સ્ટ્રાઈકર એન્ડ ઉભેલા બેટસમેનનો રસ્તો પણ રોકી રહ્યો હતો.

જેના પગલે મેનને અશ્વિનને ટોકયો હતો.બે થી ત્રણ વખત આવુ થયુ હતુ અને એ પછી અશ્વિન અને અમ્પાયર વચ્ચે ઉગ્ર દલીલબાજી થઈ હતી.આ જોઈને કેપ્ટન રહાણેએ અમ્પાયર સાથે વાત કરી હતી.જોકે મેનનુ કહેવુ હતુ કે, અશ્વિન પીચના ડેન્જર એરિયા પર વારંવાર પગ મુકી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટમ્પની બરાબર સામે અને પીચની વચ્ચેનો એરિયા ડેન્જર એરિયા ગણાય છે અને બોલરનો પગ બોલિંગ કર્યા બાદ અહીંયા પડવો જોઈએ નહીં.જેના પગલે મેનને અશ્વિનને વોર્નિંગ આપી હતી.

(7:44 pm IST)