Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ભારત વર્લ્ડ હોકી ફાઇવ સાઇડ ઇવેન્ટમાં લેશે ભાગ

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (એફઆઈએચ) મંગળવારે જાહેરાત કરી હતી કે પ્રથમ વરિષ્ઠ વર્લ્ડ હોકી ફાઇવ સાઇડ હોકી ઇવેન્ટ 11-12 સપ્ટેમ્બરના રોજ સ્વિટ્ઝર્લન્ડના લૌઝાનમાં યોજાશે. ટૂર્નામેન્ટમાં ભારત ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા પાંચ દેશોમાં સામેલ થશે. ટૂર્નામેન્ટમાં પુરૂષો અને મહિલા વિભાગમાં પાંચ મજબૂત ટીમો ભાગ લેશે. ભારત સિવાય અન્ય દેશો કે જેઓ તેમની રાષ્ટ્રીય ટીમો મોકલશે તે છે સ્વિટ્ઝરલેન્ડ, ઇંગ્લેન્ડ, જર્મની અને મલેશિયા, જ્યારે સ્વિટ્ઝર્લન્ડ, ઇંગ્લેંડ, જર્મની દક્ષિણ આફ્રિકા અને ભારતની રાષ્ટ્રીય ટીમો મહિલા વર્ગમાં ખિતાબ માટે સ્પર્ધા કરશે.

(5:19 pm IST)