Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

પ્રજ્ઞાનાનંદ ફાઇનલમાં હારી ગયો

નવી દિલ્‍હીઃ ભારતનો ૧૬ વર્ષનો ચેસ-સ્‍ટાર આર. પ્રજ્ઞાનાનંદ ચેસેબલ માસ્‍ટર્સ ૨૦૨૨ ઓનલાઇન ટુર્નામેન્‍ટની  ફાઇનલમાં હારી જતાં ટાઇટલ ગુમાવી બેઠો હતો.

વર્લ્‍ડ નંબર ટૂ ચીનના ડિન્‍ગ લાઇરેન સામે પ્રથમ સેટ ૧.૫-૨.૫થી હારી ગયા બાદ બીજો સેટ એ જ માર્જિનથી જીતી જતાં પ્રજ્ઞાનાનંદનો પરાજય થયો હતો. ચીનના ૨૯ વર્ષના ડિન્‍ગે પોતાનો વર્ષોનો અનુભવ કામે લગાડીને પ્રજ્ઞાનાનંદને હરાવ્‍યો હતો.

(3:29 pm IST)