Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

સુરક્ષાનો ભંગ કરીને વિરાટ કોહલીને મળવા મેદાન પર પહોંચ્યો તેનો જબરા ફેન : જુઓ વીડિયો

નવી દિલ્હી: IPL 2022 ની એલિમિનેટર મેચ દરમિયાન એવું જોવા મળ્યું હતું કે વિરાટ કોહલીને મળવા માટે એક પ્રશંસક મેદાનમાં ઘૂસ્યો હતો. રાજસ્થાન રોયલ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી બીજી ક્વોલિફાયર દરમિયાન આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. કિંગ કોહલીનો એક જબરા ફેન ફરી એકવાર સુરક્ષાનો ભંગ કરીને મેદાનમાં ઘુસ્યો. કોહલીને મળ્યા બાદ આ ફેન એટલો ખુશ થયો કે તેણે મેદાન પર જ કૂદવાનું શરૂ કરી દીધું. અંતે સુરક્ષાકર્મીઓ તેને મેદાનની બહાર લઈ ગયા.

(5:41 pm IST)