Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા બાદ ચેતેશ્વર પૂજારા પહોંચ્યો પેરિસ: પરિવાર સાથે માની રહ્યો રજાઓ

નવી દિલ્હી: કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ભારતીય ટેસ્ટ ટીમના બેટ્સમેન ચેતેશ્વર પૂજારા આ દિવસોમાં પરિવાર સાથે પેરિસમાં રજાઓ માણી રહ્યો છે. પૂજારાને કાઉન્ટી ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શન માટે એવોર્ડ મળ્યો છે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરાયેલી ટેસ્ટ ટીમમાં પુજારા પુનરાગમન કરવામાં સફળ રહ્યો છે. સસેક્સ કાઉન્ટી ક્લબ તરફથી રમતા પૂજારાએ ચાર મેચમાં બે સદી અને બે બેવડી સદી ફટકારી હતી.

 

(5:42 pm IST)