Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

શૂટર મનુ ભાકરની પિસ્ટલ બગડી જતાં ફાઇનલમાં પહોંચવાની તક ગુમાવી

બંદૂક બનાવનાર કંપનીને નોટીસ ફટકારાઇ

નવી દિલ્હીઃ ટોકયો ઓલિમ્પિકમાં ભારત માટે સૌથી વધારે નિરાશા શૂટીંગમાં રહી છે. શૂટીંગમાં ફકત એક ઇવેન્ટમાં એક ભારતીય શૂટર ફાઇનલ સુધી પહોંચી શક્યો છે. આ બધાની વચ્ચે યુવા શટર મનુ ભાકર   ૧૦ મીટર એર પિસ્ટલ ઇવેન્ટ દરમ્યાન બંદૂક ખરાબ થઇ હતી. જેના કારણે તેણે ફાઇનલમાં પહોંચવાનો મોકો ગુમાવ્યો હતો. હવે આ મુદ્દા પર દેશના શૂટીંગ ફેડરેશન, ભારતીય રાષ્ટ્રીય રાયફલ સંઘ   અને બંદૂક નિર્માતા કંપની આમને સામને આવી ચૂકી છે. અને બંદુક બનાવનાર કંપનીને નોટીસ ફટકારવામાં આવી છે.   મહિલાઓની ૧૦ મીટર એર પિસ્ટલ ઇવેન્ટના, કવોલિફીકેશન રાઉન્ડના દરમ્યાન મનુ ભાકરની પિસ્ટલ ખરાબ થઇ ગઇ હતી. જેના બાદ તેણે આયોજકોની નજર હેઠળ પોતાના કોચ સાથે મળીને તેને ઠીક કરવી પડી હતી.  જેમાં લગભગ ૧૭ થી ૨૦ મીનીટ સુધીનો સમય બર્બાદ થઇ ગયો હતો. એવામાં ભારતીય શૂટરને પોતાના નિશાન પુર્ણ કરવા માટે ઓછો સમય મળ્યો હતો. એવામાં તે ખૂબ જ નજીક આવીને ચૂકી ગઇ હતી.

  આ ઘટના બાદ તુરત સ્વિત્ઝરલેન્ડની બંદૂક નિર્માતા કંપની મોરીનીના માલિક ફ્રાસેસ્કો રેપિકએ એક ફેસબુક પોષ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યુ હતુ કે, તેઓ એ વાતથી આશ્વર્યમાં છે કે બંદૂક ખરાબ થયા બાદ ભારતીય ટીમે તેને શૂટીંગ રેન્જના પાસે જ લગાવેલ કંપનીના રિપેરીંગ એરિયામાં નહોતી લવાઇ. તેમના કોચ રોનક પંડિત ખુદ જ તેને ઠીક કરવા લાગી ગયા હતા.

(3:42 pm IST)