Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

બેડ મીન્ટનમાં સિંધુની સતત બીજી જીતઃ નોકઆઉટમાં

ટોક્યોઃ ભારતીય શટલર પીવી સિંધુએ ટોક્યો ઓલમ્પિકમાં પ્રદર્શન કરતાં નોકઆઉટ તબક્કામાં સ્થાન બનાવી લીધું છે. ગ્રુપ-જેના પોતાના બીજા મુકાબલામાં સિંધુએ હોંગકોંગની ચ્યુંગ એનગાન યીને સરળતાથી ૨૧-૯, ૨૧-૧૬ થી હરાવી. મહિલા સિંગલ્સમાં ભારતની એકમાત્ર પીવી સિંધુએ ૩૬ મિનિટમાં આ મુકાબલો પોતાના નામે કરી દીધો છે.

 વર્લ્ડ નંબર ૭ સિંધુએ ચ્યુંગ એનગાન યી ના વિરૂદ્ધ પોતાનો રેકોર્ડ ૬-૦ કરી લીધો છે. આ પહેલાં એનગાય યી વિરૂદ્ધ પાંચ મુકાબલામાં પણ સિંધુએ જીત પ્રાપ્ત કરી હતી. પહેલી રમતમાં પીવી સિંધુ પોતાની પ્રતિદ્વંદી પર હાવી રહી. જેના પરિણામે સિંધુને પ્રથમ ગેમમાં ફકત ૧૫ મિનિટમાં જીત પ્રાપ્ત કરી છે.

(3:43 pm IST)