Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ટોક્‍યો ઓલિમ્‍પિકની (નૌકાયાન) સ્‍પર્ધામાં ભારતીય જોડીનું પ્રદર્શન નિરાશાજનકઃ અર્જુનલાલ જાટ અને અરવિંદસિંહ ફાઇનલ સુધી ન પહોંચી શક્‍યા

રેસમાં છઠ્ઠા અને અંતિમ સ્‍થાન ઉપર રહ્યા બાદ ફાઇનલમાં પહોંચે તે પહેલા પરાજય

ટોક્યો: ટોક્યો ઓલમ્પિકની રોઇંગ (નૌકાયાન) સ્પર્ધામાં પણ આજે પણ ભારતને નિરાશા હાથ લાગી છે. પુરૂષોના લાઇટવેટ ડબલ સ્કલ્સ ઇવેંટમાં અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહની ભારતીય જોડી પાસે રોઇંગમાં મેડલ જીતીને ઇતિહાસ રચવાની તક હતી. પરંતુ સ્પર્ધાના બીજા સેમીફાઇનલમાં ભારતીય જોડીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને તે રેસમાં છઠ્ઠા અને અંતિમ સ્થાન પર રહીને ફાઇનલમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહી.

લાઇટવેટ ડબલ સ્કલ્સ રેસના સેમીફાઇનલમાં 6 ટીમો ભાગ લઇ રહી હતી. જેમાંથી ટોપની ત્રણ ટીમોને ફાઇનલમાં સ્થાન મળી શકે છે. અર્જુન અને અરવિંદએ સી ફોરેસ્ટ વોટરવેમાં રમાયેલી સેમીફાઇનલની રેસમાં મિનિટ અને 24.41 સેકન્ડનો સમય લીધો અને અંતિમ સ્થાન પર રહી. તમને જણાવી દઇએ કે બંને સેમીફાઇનલમાં ટો પર રહેનાર ત્રણેય ટીમો ફાઇનલ માટે ક્વાલિફાઇ કરે છે.

ભારતના અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહે લાઇટવેટ ડબલસ્કલ્સ સ્પર્ધાના રેપેશાઝ રાઉન્ડમાં ત્રીજા સ્થાન પર રહીને સેમીફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. ભારતીય જોડીએ આ રાઉન્ડમાં 6 : 51. 36 નો સમય કાઢીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભારતીય ટીમમાં અર્જુન બોઅર અને અરવિંદ સ્ટ્રોકરની ભૂમિકામાં હતા. ભારતીય ટીમ આ સ્પર્ધાની બીજી હીટમાં પાંચમા સ્થાન પર રહ્યા હતા. રેપેશાઝ તબક્કામાં ટીમોને ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇન અથવા ફાઇનલમાં સ્થાન બનાવવાની એક તક મળી છે.

(4:27 pm IST)