Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સનરાઈઝર્સે ખરાબ ફોર્મને જોતા વોર્નરને પડતો મૂક્યો

હૈદ્રાબાદના કોચ ટ્રેવર બેલિસની સ્પષ્ટતા : સનરાઈઝર્સ પ્લેઓફની હરિફાઈમાં પહેલાથી બહાર થઈ ગયું છે, ડેવિડ વોર્નરે હોટલમાં બેસીને મેચ જોઈ

દુબઈ, તા.૨૮ : સનરાઈઝર્સ હૈદરાબાદના મુખ્ય કોચ ટ્રેવર બેલિસનું કહેવું છે કે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ આઈપીએલની મેચમાં યુવાનોને તક આપવા માટે ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા ડેવિડ વોર્નરને બહાર રાખવામાં આવ્યો હતો. સનરાઈઝર્સ પ્લેઓફની હરિફાઈમાં પહેલાથી બહાર થઈ ગયું છે. સનરાઈઝર્સે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટથી હરાવી છે,

જેમાં જૈસન રોય અને કેપ્ટન કેન વિલિયમસને અર્ધસદી ફટકારી હતી. બેલિસે મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે આગળ ના વધી શક્યા તો અમે નિર્ણય લીધો કે યુવાનોને તક આપવી જોઈએ જેથી તેમને અનુભવ મળી શકે. ટીમમાં અનેક યુવા ખેલાડીઓ છે જે રમવા માટે મેદાન પર નથી જઈ શક્યા અને તેમને તક આપવાની જરુર છે. આગળની મેચ માટે પણ પ્રકારના નિર્ણય લેવામાં આવશે.કોચે આગળ જોયું કે, ડેવિડ વોર્નરે હોટલમાં બેસીને મેચ જોઈ અને ટીમનું પ્રોત્સાહન વધાર્યું. અમે તમામ લોકો એક ટીમ તરીકે સાથે છીએ.

રાજસ્થાન રોયલ્સે પહેલા કેપ્ટન સંજુ સેમસનના શાનદાર ૮૨ રનની મદદથી ૧૬૪ રન કર્યા હતા. હૈદરાબાદે જીતવા માટે જરુરી રન ૧૮. ઓવરમાં કરી લીધા હતા. હૈદરાબાદ તરફથી જૈસન રોયે ૬૦ રન અને કેપ્ટન કેન વિલિયમસને ૫૦ રન કર્યા હતા. રાજસ્થાન રોયલ્સે મેચ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાનની ટીમે ૨૦ ઓવરના અંતે વિકેટના નુકસાન પર ૧૬૪ રન બનાવ્યા હતા અને હૈદરાબાદને ૧૬૫ રનોનો લક્ષ્યાંક આપ્યો હતો. જેન ૧૮. ઓવરમાં વિકેટના અંતે ૧૬૭ રન બનાવી મેચ વિકેટથી જીતી લીધી હતી.

જ્યારે કોચને પૂછવામાં આવ્યું કે, શું સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે વોર્નરના દિવસો પૂરા થઈ ગયા છે? તો તેમણે જવાબ આપ્યો કે, વિષે કોઈ વાત કરવામાં નથી આવી. વોર્નરે આટલા વર્ષો ટીમ માટે ઘણું કર્યું છે અને અમે બધા તેમનું સન્માન કરીએ છીએ. મને વિશ્વાસ છે કે તે આઈપીએલમાં વધારે રન કરશે. હવે સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો ૩૦મી સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થશે.

(7:14 pm IST)