Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

ટેનિસની દુનિયાનો નવો સિતારો કાર્લોસ અલ્કારાઝઃ યુઍસ ઓપન ચેમ્પિયન બન્યોઃ સાથોસાથ વર્લ્ડ નં.૧નો તાજ પણ મેળવ્યો

નડાલના દેશ સ્પેનનો જ છે આ યુવા ખેલાડીઃ નડાલે ગ્રાન્ડ સ્લેમમાં ઍન્ટ્રી કરી ત્યારે કાર્લોસનનો જન્મ થયો હતો

નવી દિલ્હીઃ સ્પેન અને ટેનિસ ઍટલે કે રાફેલ નડાલ છેલ્લા ૧૭ વર્ષથી દુનિયા માટે સ્પેન ઍટલે કે રાફેલ નડાલ છે, પરંતુ પરિવર્તનનો પવન ફૂંકાવા લાગ્યો છે. નડાલ તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે અને ટેનિસની દુનિયામાં તેના વારસાને કોણ આગળ લઈ જશે તે પણ તેણે દસ્તક આપી દીધી છે. સમાન ઉંમર અને સમાન જુસ્સો, જે વિશ્વઍ ૨૦૦૫ દરમિયાન રાફેલ નડાલમાં જોયું. બરાબર ઍ જ ચમક તેના દેશના કાર્લોસ અલ્કારાઝ માં દેખાવા લાગી છે.નડાલે ગ્રાન્ડ સ્લેમમાં પ્રવેશ કર્યો તે વર્ષે કાર્લોસનો જન્મ થયો હતો. ઍટલે કે, ૨૦૦૩ અને નડાલની જેમ સ્પેનના આ નવા સ્ટારે ૧૯ વર્ષની ઉંમરે પહેલો ગ્રાન્ડ સ્લેમ જીત્યો. કાર્લોસે યુઍસ ઓપનની ફાઇનલમાં નોર્વેના કેસ્પર રૂડને ૬-૪, ૨-૬, ૭-૬(૧), ૬-૩ થી હરાવીને તેનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ વિજય મેળવ્યો હતો. આ જીત સાથે તે વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયો છે. કાર્લોસ નંબર વન પર પહોંચનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.નડાલ જેવા ઉત્સાહ સાથે કાર્લોસે તેની ઍકેડમીના ખેલાડીને હરાવ્યો. હકીકતમાં, કેસ્પર રાફેલ નડાલની ઍકેડમીમાંથી બહાર આવ્યો છે. જ્યારે કાર્લોસ ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન જુઆન કાર્લોસ ફેરેરોની ઍકેડમીનો ખેલાડી છે. આ યુવા ખેલાડીની વાત કરીઍ તો તે કાર્લોસ નડાલ બાદ સૌથી યુવા ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન છે. ૨૦૦૫માં ફ્રેન્ચ ઓપન નડાલનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ હતું. કાર્લોસ તેના કોચ જુઆન, કાર્લોસ મોયા અને નડાલ બાદ નંબર વન બનનાર સ્પેનનો ચોથો ખેલાડી બની ગયો છે.(૩૦.૧૪)

(3:18 pm IST)