Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ભારત સામેની બીજી વન-ડેમાં સ્ટોઈનિસના રમવા અંગે શંકા

પ્રથમ વન-ડેમાં સાતમી ઓવરમાં ઈજા થઈ હતી : તેના સ્થાને ગ્રીન અથવા હેનરિક્સને તક મળવાની શક્યતા

સિડની, તા.૨૮ : શુક્રવારે સિડનીમાં શ્રેણીની શરૂઆતની મેચ રમી રહેલ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ ભારત સામે બીજી વનડેમાં રમશે કે કેમ તે અંગે શંકા છે કેમકે ખેલાડી હાલ ઈજાગ્રસ્ત છે. સિડનીમાં શ્રેણીની શરૂઆતની મેચમાં જ ઇજા પામ્યો હતો.

સ્ટોઇનિસે ૭મી ઓવરનો બીજો બોલ ફેંકી દીધા પછી દુઃખાવો થવો શરૂ થયો. તેણે તરત જ મેદાન છોડી દીધું અને ગ્લેન મેક્સવેલ ઓવર પૂરી કરી. ૩૧ વર્ષીય ખેલાડીને પેટની ડાબી બાજુએ દુઃખાવો થતો હતો અને ઈજાની ગંભીરતા જાણવા માટે સ્કેન કરવામાં આવશે.

સ્ટોઇનિસને ઇજા થતા કેમરન ગ્રીન અને મોઇસેસ હેનરિક્સ બીજી વનડેમાં ભાગ લેશે તેવુ લાગી રહ્યુ છે. પ્રથમ વનડેમાં ચોથા નંબર પર ઉતરનારા સ્ટોઇનિસ કંઈ કરી શક્યો નહીં. તેને 'શૂન્યલ્લ પર પાછા ફરવું પડ્યું. સ્ટીવ સ્મિથે કહ્યું, હું નથી જાણતો કે સ્ટોઇનિસ કેવો છે. મેં તેને જોયો નથી, પણ મને આશા છે કે તે ઠીક થઈ જશે. પરંતુ જો તે બરાબર નથી જો કોઈ તેની જગ્યાએ હોય અને કોઈ બોલર હોય તો પ કદાચ કેમેરોન (ગ્રીન), 'ગ્રીન શેફીલ્ડ શીલ્ડ દરમિયાન બેટ અને બોલ બંનેમાં સારા ફોર્મમાં છે. ગ્રીનની ૧૯ મેચમાં ૩૦ વિકેટ છે. તેમજ તેની બેટિંગની સરેરાશ ૫૦ની આસપાસ છે.

(7:36 pm IST)