Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ઇતિહાસમાં સૌથી વધુ મોંઘો હશે 'ટોકયો ઓલમ્પીક'

કોરોનાના હિસાબે ટોકયો ઓલમ્પીક એક વર્ષ મોડા થતા આયોજનનો ખર્ચ ડબલ થઇ ગયોઃ પ્રાયોજકોનો ખર્ચ પણ વધી ગયોઃ આ વર્ષે વિદેશી પર્યટકો ઉપર બેન હોવાથી જાપાન સરકારને મોટુ નુકશાન ભોગવવુ પડે તેવી વકી

નવી દિલ્હી, તા., ર૯: રપ દિવસ પછી જાપાનના ટોકયોમાં ઓલમ્પીક રમતોત્સવ શરૂ થઇ રહયો છે. જોરશોરથી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. કોરોના મહામારીના કારણે વિદેશી પર્યટકોને પ્રવેશની મંજુરી ન હોવાના કારણે આયોજક જાપાનને બહુ મોટુ નુકશાન ઉઠાવવું પડે તેવી શકયતા છે. આમ પણ હવે કોઇ પણ દેશ માટે ઓલમ્પીકનું આયોજન કરવું ખુબ જ મોંઘુ સાબીત થઇ રહયું છે. ૧૯૯રના બાર્સીલોના ઓલમ્પીક પછી સતત ખેલ મહોત્સવના બજેટ વધતા જ ગયા છે. કોરોનાના કારણે રમોત્સવ સ્થગીત હોવાના કારણે આયોજનનો ખર્ચ ડબલ થઇ જાય અને ઇતિહાસમાં મોંઘામાં મોંઘો ઓલમ્પીક સાબીત થવા ટોકયો ઓલમ્પીક જઇ રહયો છે. ર૦૧૩માં જયારે ટોકયોને ઓલમ્પીકની મેજબાની સોંપવામાં આવી ત્યારે આ ખેલોનું બજેટ ૭.૩ બીલીયન ડોલર રાખવામાં આવ્યું હતું. પરંતુ એક વર્ષ મોડુ થવાને કારણે હવે આ બજેટ ૧પ.૪૦ બીલીયન ડોલર થઇ ગયું છે! (૪.૭)

વર્ષવાર ઓલમ્પીક આયોજનનો ખર્ચ

૧૯૯ર         બાર્સીલોના       ૯.૬૯ બીલીયન

૧૯૯૬         એટલાન્ટા        ૪.૧૪ બીલીયન

ર૦૦૦         સીડની પ.૦૩ બીલીયન

ર૦૦૪         એથેન્સ ર.૯૪ બીલીયન

ર૦૦૮         બીજીંગ  ૬.૮૧ બીલીયન

ર૦૧ર લંડન   ૧૪.૯૬ બીલીયન

ર૦૧૬         રીયો   ૧૩.૬૯ બીલીયન

ર૦ર૧ ટોકયો   ૧પ.૪૦ બીલીયન

પ્રતિ ઇવેન્ટ ખર્ચ

૧૯૯ર         બાર્સીલોના       ૩૭.૩ મીલીયન

૧૯૯૬         એટલાન્ટા        ૧૫.૩ મીલીયન

ર૦૦૦         સીડની ૧૬.૮ મીલીયન

ર૦૦૪         એથેન્સ ૯.૮ મીલીયન

ર૦૦૮         બીજીંગ  ૨૨.૫ મીલીયન

ર૦૧ર લંડન   ૪૯.૫ મીલીયન

ર૦૧૬         રીયો   ૧૪.૭  મીલીયન

કયાથી આવે છે પૈસો

૮.૭૦ બીલીયન ડોલર સરકારી ફંડ

૬.૭૦ બીલીયન ડોલર ખાનગી ફંડ

પ્રાયોજક : ૩ બીલીયન ડોલરથી વધુ

પ્રાયોજક કંપનીઓએ લગાવ્યા પૈસા

ર૦૦ મીલીયન ડોલર ઓલમ્પીક

સ્થગીત થવા  પછી પ્રાયોજકોએ

લગાવેલો વધારાનો પૈસોઁ

પ્રતિ એથ્લીક ખર્ચ

૧૯૯ર         બાર્સીલોના       ૧.૦  મીલીયન

૧૯૯૬         એટલાન્ટા        ૦.૪  મીલીયન

ર૦૦૦         સીડની ૦.પ  મીલીયન

ર૦૦૪         એથેન્સ ૦.૩  મીલીયન

ર૦૦૮         બીજીંગ  ૦.૬  મીલીયન

ર૦૧ર લંડન   ૧.૪  મીલીયન

ર૦૧૬         રીયો   ૧.૩  મીલીયન

ખેલ રદ થવાથી ૧૬.૩ બીલીયન ડોલર નુકશાન થયું

૦.૩૩ ટકા 

જીડીપી નું નુકશાન

પર્યટકો આવ્યા

ર૦૧૯માં ૩૧.૯ મીલીયન

૨૦૨૦ માં ૪.૧ મીલીયન

પર્યટકોની આવક

૨૦૧૯માં ૪૭.૪૮ બીલીયન

ર૦ર૦માં ૮.૧૩ બીલીયન

(3:13 pm IST)