Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

IPL ર૦રરમાં બે ટીમોને સામેલ કરાશે : જુલાઇમાં હરાજી

ગુજરાતની ટીમની શકયતા વધુ : નવી ટીમો માટે પ્રાઇઝના કોઇ ઘટાડો કરવામાં નહીં આવે

નવી દિલ્હી, તા. ર૯ :  આઇપીએલ  વિશ્વભરની ક્રિકેટ લીગમાં સૌથી વધુ આકર્ષણ ધરાવતી લીગ છે. જેમાં ખેલાડીઓ પોતાને રમતનો હિસ્સો બનવાને લઇને ગૌરવ અનુભવતા હોય છે. IPL ૨૦૨૨ માં હવે નવી વધુ બે ટીમો રમતમાં સામેલ થઇ શકે છે. આ માટે આગામી જૂલાઇ માસ દરમ્યાન નવી બંને ફ્રેંન્ચાઇઝીના સ્થાન ભરવા માટેની પક્રિયા BCCI કરી શકે છે. BCCI આઇપીએલની રમતને વધુ રોમાંચક બનાવવા માટે પ્રતિવર્ષ પ્રયાસો કરે છે. જેના ભાગરુપે હવે વધુ ૨ ટીમને લીગમાં સામેલ કરનાર છે.

ગુજરાતની ટીમ પણ આઇપીએલમાં સામેલ થવાની સંભાવના છે. આ માટે વર્ષ ૨૦૨૦ થી જ આ માટે ની ચર્ચાઓ તેજ બની છે. આ દરમ્યાન હવે બીસીસીઆઇ ફ્રેંન્ચાઇઝીના બંને સ્થાનો માટે જૂલાઇમાં નિવિદા બહાર પાડનાર છે. એટલે કે જૂલાઇ માસમાં ઓકશન યોજવાની સંભાવનાઓ વર્તાવા લાગી છે. આમ હવે આઇપીએલમાં ૮ ટીમોને બદલે આગામી સિઝન આઇપીએલ ૨૦૨૨ થી ૧૦ ટીમો રમતના મેદાનમાં જોવા મળશે.

મીડિયા રિપોર્ટનુસાર, એક આઇપીએલ ટીમ ખરીદવા ઇચ્છુક ફર્મના સીઇઓ એ આ ઘટના ક્રમની પુષ્ટી કરી છે. તેઓએ કહ્યુ કે, સમજવામાં આવે છે કે, નિવિદા આગામી મહિને આવી જશે, જે વાતની અમે પાછળના કેટલાક મહિના થી રાહ જોઇ રહ્યા છીએ. અમને એ વાતનુ આશ્વર્ય નહી થાય કે, તેનુ આધાર મૂલ્ય ૨૫ કરોડ ડોલર હશે.

રિપોર્ટ મુજબ, હાલમાં જ એક ખાનગી ફર્મ રેડબર્ડ કેપિટલ પાર્ટનર્સ એ આઇપીએલ ફેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સમાં ૧૫ ટકા હિસ્સો ખરીદ કર્યો છે. જે મુજબ ટ્રાન્ઝેકશન રકમ૨૫ થી ૩૦ કરોડ ડોલર ની વચ્ચે છે. અન્ય એક સુત્રના હવાલા થી કહેવામાં આવી રહ્યુ છે કે, નવી ટીમોની કિંમતમાં કોરોના મહામારીને લઇને કોઇ ઘટાડો નહી આવે.

(4:07 pm IST)