Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ઇંગ્‍લેન્‍ડમાં શ્રીલંકાના બે ક્રિકેટરો હાથમાં નશાકારક પદાર્થ સાથે દેખાયાઃ બાઙ્ખો-બબલના નિયમોનો ભંગઃ શ્રીલંકા ક્રિકેટ સમિતી દ્વારા તપાસના આદેશ

નવી દિલ્હીઃ શ્રીલંકાના બે ક્રિકેટરો નિરોશન ડિકવેલા અને કુશલ મેન્ડિસે બાયો બબલના ધજાગરા ઉડાવ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ બન્ને ક્રિકેટરોની કરતૂત જોવા મળી રહી છે. વીડિયોમાં કુશલ મેન્ડિસના હાથમાં નશાકારક પદાર્થ જોવા મળી રહ્યો છે. જેને તે નિરોશન ડિકવેલાની સાથે છુપાઇને લેવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો નથી.

શ્રીલંકાના ક્રિકેટરોની શરમજનક હરકત

આ વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ફેન્સમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. એક યૂઝરે શું બન્ને ખેલાડી પોતાને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અન્ય યૂઝરે કહ્યું કે, આ ગાંજો હોઈ શકે છે. તો અન્ય લોકો પણ આલોચના કરી રહ્યાં છે.

વાયરલ વીડિયોથી શરૂ થયો વિવાદ

શ્રીલંકા ક્રિકેટે નિરોશન ડિકવેલા અને કુશલ મેન્ડિસની વિરુદ્ધ બાયો-બબલ પ્રોટોકોલના કથિત ભંગ બદલ તપાસ શરૂ કરી છે. આ બન્નેનો રાત્રે બહાર જવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ આ ઘટનાની તપાસ કરશે કે શું બન્નેએ રાત્રે બહાર નિકળી બાયો-બબલનું ઉલ્લંઘન કર્યું છે?

શ્રીલંકાએ 0-3થી ગુમાવી ટી20 સિરીઝ

શ્રીલંકાએ શનિવારે સમાપ્ત થયેલી ત્રણ મેચોની સિરીઝ 0-3થી ગુમાવી છે. હવે શ્રીલંકાની ટીમ યજમાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સિરીઝ રમવાની છે. જેનો પ્રથમ મુકાબલો 29 જૂને ચેસ્ટર લી સ્ટ્રીટમાં રમાશે.

 

(5:03 pm IST)