Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

તિલક વર્મા, અર્જુન, રમણદીપ સહિતના યુવા ખેલાડીઓ ઇંગ્‍લેન્‍ડ જશે : કાઉન્‍ટી મેચો રમશે

૨૦૨૩ની IPL માટે મુંબઇએ તૈયારી શરૂ કરી દીધી

નવી દિલ્‍હીઃ મુંબઇ ઇન્‍ડિયન્‍સની ટીમનું ફેન્‍ચાઇઝી આગામી વર્ષની સીઝન માટે અત્‍યારથી સજાગ છે. આ ફ્રેન્‍ચાઇઝી  ઇન્‍ટરનેશનલ ક્રિકેટ ન રમ્‍યા હોય એવા ડોમેસ્‍ટિક પ્‍લેયર્સને ત્રણ અઠવાડિયા માટે ઇંગ્‍લેન્‍ડ લઇ જશે. યુકેની આ એકસ્‍પોઝર ટૂરમાં એમઆઇના અર્જૂન તેન્‍ડુલકર, તિલક વર્મા, કુમાર કાર્તિકેય વગેરે ખેલાડીઓને વિવિધ અદ્યતન સગવડમાં તાલીમ લેવાનો મોકો અપાશે તેમ જ વિવિધ કાઉન્‍ટી ટીમો વિરુધ્‍ધ કુલ ૧૦ ટી૨૦ મેચ રમશે.

એમઆઇએ આ ટ્રિપ માટે બીસીસીઆઇની પરવાનગી નહી લેવી પડે. જો એમઆઇના ખેલાડીઓ અન્‍ય કોઇ ફ્રેન્‍ચાઇઝી સામે કે કોઇ વિદેશી ટી૨૦ ટીમ સામે પ્રદર્શનીય મેચ રમવાની હશે તો જ પરમિશન લેવી પડશે.

એન.ટી.તિલક વર્મા, કુમાર કાર્તિકેય , અર્જુન તેન્‍ડુલકર, રિતિક શોકીન, મયંક માર્કન્‍ડે, રાહુલ બુધી, રમણદીપસિંહ, અનમોલપ્રીતસિંહ, બેસિલ થમ્‍પી, મુરુગન અશ્વિન, આર્યન જુયલ, આકાશ મેઢવાલ , અર્શદ ખાન અને ડેવાલ્‍ડ બ્રેવિસને યુકેની ટુરમાં અદ્યતન તાલીમ લેવા માટે મોકલવામાં આવશે. 

(3:26 pm IST)