Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

કોરોના ઝપેટમાં અર્જુન એવોર્ડ વિજેતા સાત્વિક સાયરાજ

નવી દિલ્હી:  વર્ષે અર્જુન એવોર્ડ માટે પસંદ કરાયેલા બેડમિંટન ખેલાડી સાત્વિક સાયરાજ રાંકેરેડ્ડી કોરોના વાયરસ સ્ક્રિનિંગમાં પોઝીટીવ જોવા મળ્યા છે અને તે એક અઠવાડિયાથી હોમ કોરોનટાઇન છે. વીસ વર્ષના પુરૂષ ડબલ્સ ખેલાડીએ કહ્યું કે તેમને કોરોના વાયરસના કોઈ લક્ષણો નથી. નેશનલ સ્પોર્ટસ એવોર્ડ શનિવારે ઓનલાઇન સમારોહમાં આપવામાં આવશે. સાત્વિકે અમલાપુરમ ખાતેના તેમના ઘરેથી પીટીઆઈને જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા મારો ચેકઅપ કરાવ્યો હતો અને હું પોઝીટીવ  બહાર આવ્યો હતો. હું પાંચ દિવસથી હોમ કોરોનટાઇન છું.  હું દવા લઈ રહ્યો છું. ત્યાં કોઈ લક્ષણ નથી. મારા માતાપિતા અને મિત્રો સંક્રમિત નથી. તે ત્રણ દિવસ પછી ફરીથી પરીક્ષણમાંથી પસાર થશે.

(6:01 pm IST)