Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

પૂરનનું પરાક્રમ, ગ્રેવીટીને હરાવી દીધી

શારજાહઃ પંજાબના નિકોલસ પૂરને   બાઉન્ડરી લાઇન પર સંજુ સેમસનની એક નિશ્ચિત સિકસરને જે રીતે ડાઇવ મારીને બચાવી હતી એના પર બધા ફિદા થઈ ગયા હતા. ફીલિંગના બાદશાહ જોન્ટી ર્હોડ્સે માથું ઝુકાવીને અભિવાદન કર્યું હતું, જયારે ક્રિકેટના ગોડ સચિન તેન્ડુલકર અને વીરેન્દર સેહવાગે ટ્વીટ કરીને તેનાં વખાણ કર્યાં હતાં. સચિને લખ્યું હતું કે 'મારા જીવનમાં મેં જેટલી ફીલિંગ જોઈ છે એમાં આ સૌથી કોષ્ઠ છે. સચિનની ટ્વીટને રીટ્વીટ કરતાં જોન્ટીએ લખ્યું હતું કે જો ક્રિકેટનો ભગવાન આવું કહે છે તો એમાં કોઈ શક નથી કે આ સૌથી શાનદાર ફીલિંગ હતી.  સેહવાગે તેના અલગ જ અંદાજમાં લખ્યું હતું કે ગ્રેવિટી નામની કોઈ વસ્તુ હોય છે એને ભુલાવી દીધી. એ કેવી રીતે! ગ્રેવિટીને હરાવી દીધી. શાનદાર સેવ પૂરન.

(3:19 pm IST)
  • બિહારમાં ગઠબંધનનો દોર શરૂ :પપ્પુ યાદવની જન અધિકારી પાર્ટી, ચંન્દ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી, બીએમપી અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાએ સાથે મળીને પીડીએ( પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક અલાયંસ) બનાવ્યુ: રાલોસપાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ સાથે વાતચીત ચાલુ: લોજપા અને કોંગ્રેસને પણ ગઠબંધનમાં સામેલ થવા કહેણ : પપ્પુ યાદવે કહ્યું રાજ્યમાં ચાલી રહેલા 30 વર્ષનું મહાપાપ હવે ખતમ થશે access_time 12:53 am IST

  • ફ્રેન્ચ ઓપનમાં જબરો અપસેટ : એન્ડી મરે પ્રથમ રાઉન્ડમાં જ બહાર : ફ્રેન્ચ ઓપનમાં બ્રિટનના એન્ડી મરે પ્રથમ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગયો છે : વાવરીન્કાએ મરે ને એક કલાક અને ૩૭ મિનિટમાં ૬-૧, ૬-૩, ૬-૨થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો access_time 3:11 pm IST

  • 30 સપ્ટે.ના રોજ બાબરી ધ્વંસનો ચુકાદો : ફાંસી થાય તો મંજુર પણ જામીન નહીં માંગુ : કોરોના સંક્રમિત ભાજપ આગેવાન ઉમા ભારતીએ હરિદ્વારથી ભાજપ અધ્યક્ષને પત્ર લખી જાણ કરી access_time 8:24 pm IST