Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20I મેચ સાંજે 07:00 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ સાંજે 06:30 વાગ્યે થશે.

મુંબઇઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની T20 શ્રેણી રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ શુક્રવારે રાંચીમાં રમાઈ હતી. ભારતે ટોસ જીતીને રનચેઝ કરવાનુ પસંદ કર્યુ હતુ, પરંતુ 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓએ અપેક્ષા પ્રમાણે દેખાવ ના કર્યો અને પરીણામે હારનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને શરુઆત ભારતની ખરાબ રહી હતી. ઈશાન કિશન, શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીની વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. હવે સિરીઝની બીજી મેચ લખનૌમાં રવિવારે રમાનારી છે. આ મેચ ભારત માટે કરો યા મરોના જંગની માફક રમવી પડશે.

ટીમ ઈન્ડિયા T20 સિરીઝમાં 0-1 થી પાછળ છે. આવી સ્થિતીમાં સિરીઝમાં ટકી રહેવા માટે આજે લખનૌમાં કોઈ પણ હિસાબે જીત મેળવવી જરુરી બની જશે. આજે હાર સાથે જ ભારતે સિરીઝ ગુમાવી દેવી પડશે. જોકે હાર્દિક અને તેની સેના લખનૌનો જંગ જીતવામાં સફળ રહે છે તો, અમદાવાદમાં બુધવારે રમાનારી સિરીઝની અંતિમ અને ત્રીજી મેચ નિર્ણાયક બની રહેશે. આમ અમદાવાદને એક વધુ રોમાંચક મેચ જોવા મળશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20I મેચ સાંજે 07:00 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ સાંજે 06:30 વાગ્યે થશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20I મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાશે?

વિવિધ ભાષાઓમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20I મેચ જોઈ શકાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20I મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?

ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, પૃથ્વી શો, ઋતુરાજ ગાયકવાડ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર યાદવ. ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર

ન્યુઝીલેન્ડ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે (વિકેટકીપર), ડેન ક્લેવર, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, બેન્જામિન લિસ્ટર, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ રિપન હેનરી શિપલી, ઈશ સોઢી અને બ્લેર ટિકનર

(12:55 pm IST)