Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

આઇસીસીએ માર્યો લોચોઃ કરૂણારત્નેના બદલે લાહિરૂ થિરિમાનેનો ફોટો મુકી દીધો

બંગલા દેશ સામેની પહેલી ટેસ્ટમાં શ્રીલંકન કેપ્ટન દિમુખ કરૂણારત્નેની લાજવાબ ઇનિંગ્સનાં વખાણ કરવામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) એ મોટો લોચો મારી દીધો હતો. ડ્રો રહેલી એ ટેસ્ટમાં કરૂણારત્ને ૬૯૮ મિનીટ સુધી મેદાનમાં ટકીને ૪૩૭ બોલમાં ર૬ ફોર સાથે કરીઅર - બેસ્ટ ર૪૪ રનની લાજવાબ ઇનિંગ્સ રમ્યો હતો.

આઇસીસીએ તેના ફેસબુક પર આ ઇનિંગ્સના ફોટો સાથે વખત કર્યા હતાં. પણ લોચો એ મારી દીધો કે કરૂણારત્નેને બદલે તેના સાથી ખેલાડી લાહિરૂ થિરિમાનેનો ફોટો પોસ્ટ કરી દીધો હતો. આઇસીસીનું આ ભૂલ તરફ બીજા કોઇએ નહીં, કરૂણારત્નેએ પોતે ધ્યાન દોરતા કમેન્ટ કરી હતી. કે આ મારો ફોટો નથી. ભૂલ સમજી ભોંઠી પડેલી આઇસીસીએ તરત એ પોસ્ટ ડીલીટ કરી નાખી હતી.

(4:04 pm IST)