Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

૪ ડિસેમ્બરથી મહિલા ODI ચેલેન્જર ટ્રોફી

૪ ટીમો ભાગ લેશે, મીતાલીરાજ-ઝુલન ગોસ્વામી સહિત ૭ ખેલાડીઓને તક અપાશે

નવી દિલ્હીઃ બીસીસીઆઇએ ઘરેલું સિનિયર મહિલા ODI ચેલેન્જર ટ્રોફી માટે શેડ્યૂલ જાહેર કર્યું છે. ચાર ટીમોની આ ટુર્નામેન્ટ ૪ થી ૯ ડિસેમ્બર દરમિયાન વિજયવાડામાં રમાશે.

  જો કે, આ ટુર્નામેન્ટ માટે, વરિષ્ઠ ખેલાડીઓ મિતાલી રાજ, ઝુલન ગોસ્વામી અને વિમેન્સ બિગ બેશ લીગ (BBL)માં રમી ચૂકેલી આઠમાંથી સાત ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આ વખતે આ ટુર્નામેન્ટમાં ત્રણને બદલે ચાર ટીમો રમશે.  આવતા વર્ષે ન્યુઝીલેન્ડમાં યોજાનાર વર્લ્ડ કપ પહેલા બોર્ડ વરિષ્ઠ સ્તરે ઘણી નવી યુવા પ્રતિભાઓને તક આપવા માંગે છે.

  મહિલા BBLમાં રમી ચૂકેલી રાધા યાદવ એકમાત્ર એવી ખેલાડી છે જે ઓસ્ટ્રેલિયાથી પરત ફરશે અને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.  તેણીને T20 નિષ્ણાત માનવામાં આવે છે અને તે ODI ટીમમાં પોતાનો દાવો દાખવવા માંગે છે.  BBLમાં ભાગ લઈ રહેલા અન્ય સાત ખેલાડીઓને આ ટુર્નામેન્ટમાં રમવું કે નહીં તે અંગેનો વિકલ્પ આપવામાં આવ્યો હતો, કારણ કે તેઓ જૂન-જુલાઈના ઈંગ્લેન્ડ પ્રવાસથી લગભગ સતત બબલમાં હતા.  સ્નેહ રાણા, તાનિયા ભાટિયા, શિખા પાંડે અને પૂજા વસ્ત્રાકરને અનુક્રમે ભારત A, B, C અને D ટીમના કેપ્ટન તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.  દરેક ટીમમાં કુલ ૧૫ ખેલાડીઓ છે.

  ચાર ટીમો આ મુજબ છે.

  ભારત A: સ્નેેહ રાણા (કેપ્ટન), શિવલી શિંદે, લક્ષ્મી યાદવ, વૃંદા દિનેશ, ઝાંસી લક્ષ્મી, યાસ્તિકા ભાટિયા, કુ. દિવ્યદર્શિની, મહેક કેસર, બી. અનુષા, એસ.એસ.  કલાલ, ગંગા.ડબલ્યુ, ડી.ડી.  કાસત, રેણુકા સિંહ અને સિમરન દિલ બહાદુર.

 ભારત B: તાનિયા ભાટિયા (કેપ્ટન), અંજુ તોમર, રિયા ચૌધરી, પલક પટેલ, શુભા સતીશ, હરલીન દેઓલ, હુમૈરા કાઝી, ચંદુ વી રામ, રાશિ કનોજિયા, જી ત્રિશા, સૌમ્યા તિવારી, મેઘના સિંહ, સરલા દેવી, સાયમા ઠાકુર અને રમ્યાશ્રી.

 ભારત C: શિખા પાંડે (કેપ્ટન), મુસ્કાન મલિક, શ્વેતા વર્મા, શિપ્રા ગિરી, તરન્નુમ પઠાણ, આરતી દેવી, રાધા યાદવ, સી. પ્રત્યુષા, અનુષ્કા શર્મા, કાશવી ગૌતમ, પ્રિયંકા ગરખેડે, આરઆર સાહા, ધારા ગુર્જર, પ્રિયા પુનિયા અને ઐશ્વર્યા.

  ઈન્ડિયા ડીઃ પૂજા વસ્ત્રાકર (કેપ્ટન), અમનજોત કૌર, ઈન્દ્રાણી રોય, કે.  પ્રત્યુષા, એસ.  મેઘના, દિવ્યા જી, આયુષી સોની, કનિકા આહુજા, કીર્તિ જેમ્સ, રાજેશ્વરી ગાયકવાડ, સંજુલા નાઈક, મોનિકા પટેલ અને અશ્વિની કુમારી.

(1:00 pm IST)