Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

પોર્ટુગલની ફૂટબોલ કલબના ૧૩ ખેલાડીઓ કોરોનાની લપેટમાં

નવીદિલ્હીઃ  એવું જાણવા મળ્યું છે કે પોર્ટુગલની બેલેનેન્સ એસએડી ફૂટબોલ કલબના ૧૩ ખેલાડીઓ કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનથી સંક્રમિત થયા છે.  સોમવારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ ડો. રિકાર્ડો જયોર્જ (INSA)ને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

ચેપગ્રસ્ત ખેલાડીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને તેમની રસીકરણની સ્થિતિ જાણ્યા વિના કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે, જ્યાં તેમનો નિયમિતપણે કોરોના ટેસ્ટ કરવામાં આવશે.  પોર્ટુગલના પબ્લિક બ્રોડકાસ્ટર આરટીપીએ અહેવાલ આપ્યો છે કે ગયા અઠવાડિયે કલબના ખેલાડી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ કરાયેલા કોરોના ટેસ્ટમાં ૧૭ ખેલાડીઓ અને સ્ટાફના સભ્યો પોઝિટિવ જોવા મળ્યા હતા.

(2:45 pm IST)