Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

દ્રવિડનું મેદાનના માળીઓને ૩૫,૦૦૦ રૂપિયાનું ઈનામ

ભારતીય ટીમનો હેડ- કોચ રાહુલ દ્રવિડ અન્યોથી કંઈક અલગ અને અનોખું કરવામાં માને છે.  તેણે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમના મેદાનની સ્પોર્ટિંગ પિચ તૈયાર કરવા બદલ ગઈકાલે આ ગ્રાઉન્ડના માળીઓને ૩૫,૦૦૦ રૂપિયાનું રોકડ ઈનામ આપ્યું હતું. જે વિકેટ પર મોટા ગજાના બેટર્સ સારૃં રમવામાં નિષ્ફળ ગયા એ જ વિકેટ પર ન્યુઝીલેન્ડના રાચિન રવીન્દ્ર અને એજાઝ પટેલે નબળા પ્રકાશ વચ્ચે અને ખરાબ થતી જતી પિચ પર જબરદસ્ત સમજદારી અને ધૈર્યપૂર્વક બેટિંગ કરીને ભારતને વિજયથી વંચિત રાખ્યું હતું અને થ્રિલિંગ ડ્રોનું પરિણામ નિશ્ચિત બનાવ્યું હતું.

(2:46 pm IST)