Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

રાજસ્થાન રોયલ્સમાંથી જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ અને ક્રિસ મોરિસ બહાર: સેમસન, બટલર અને જયસ્વાલ રિટેન કરાયા

મુંબઈ :IPL 2022 મેગા ઓક્શન પહેલા રાજસ્થાન રોયલ્સે ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. આ અંતર્ગત સંજુ સેમસન, જોસ બટલર અને યશસ્વી જયસ્વાલને જાળવી રાખવામાં આવ્યા છે. સેમસન ટીમનો કેપ્ટન બનીને રહી શકે છે. જોકે રાજસ્થાન રોયલ્સે ઘણા મોટા નામ જાહેર કર્યા છે. જેમાં બેન સ્ટોક્સ , જોફ્રા આર્ચર , ક્રિસ મોરિસના નામ સામેલ છે.

રાજસ્થાન રોયલ્સે ખેલાડીઓને રિટેન કર્યા છે જે આ મુજબ છે

સંજુ સેમસનઃ IPL 2021માં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બન્યો. ભવિષ્યમાં પણ આ ભૂમિકામાં ચાલુ રહેશે. ટીમ રન માટે તેમના પર નિર્ભર છે. તેને 14 કરોડ રૂપિયા મળશે.

જોસ બટલરઃ વિશ્વ ક્રિકેટના સૌથી તોફાની બેટ્સમેનોમાંના એક છે. લાંબા સમયથી ટીમનો ભાગ છે. તેને 10 કરોડ રૂપિયા મળશે.

યશસ્વી જયસ્વાલઃ ભારતીય અંડર-19 ટીમમાંથી આવી રહ્યો છે. ખૂબ જ પ્રતિભાશાળી ક્રિકેટર. તેને ચાર કરોડ રૂપિયા મળશે.

(11:03 pm IST)