Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

આઇપીઍલના સ્ટાર ખેલાડી ક્રિસ ગેલને છે અસંખ્ય ગર્લફ્રેન્ડસઃ પત્ની સામે જ કરે છે પાર્ટીઃ માતા સ્નૈક્સ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતીઃ પિતા પોલીસ અધિકારી હતા

નવી દિલ્લીઃ સામાન્ય રીતે કોઈપણ સ્પોર્ટસ કે ફિલ્મોથી જાણીતી બનેલી સેલિબ્રિટિ કેવી લાઈફ સ્ટાઈલ જીવે છે તે જાણવાનો બધાને રસ હોય છે. પણ અહીં વાત કરીશું ક્રિકેટ જગતના એવા કમાલના ખેલાડીની જે દુનિયામાં અનોખો છે. મેદાનમાં તેની બેટિંગ જેટલી તોફાની છે, રિયલ લાઈફમાં તેની જીદંગી એના કરતા પણ વધારે તોફાન અને મોજ-મસ્તીથી ભરેલી છે. અમે વાત કરી રહ્યાં છીએ દુનિયાના સૌથી સ્ફોટક બેટ્સમેન અને યુનિવર્સ બોસના નામે જાણીતા વેસ્ટઈન્ડિઝના ધુઆધાર બેટ્સમેન ક્રિસ ગેલની. Chris Gayle જેવી લકઝરીયસ લાઈફ કોઈ ખેલાડી નહીં જીવતું હોય.

ક્રિસ ગેલની છે ઢગલાંબંધ ગર્લફ્રેન્ડ્સ

ક્રિસ ગેલ હંમેશાથી પોતાના રંગીન મિઝાઝ માટે જાણીતો છે. તેની ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ છે.

પરિવાર સાથે શાનથી રહે છે ક્રિસ ગેલ

ક્રિસ ગેલના ક્રિકેટ કરિયરને ટી-20 ક્રિકેટે ઉંચાઈઓ ઉપર પહોંચાવી દીધું. ક્રિસ ગેલ દુનિયાના સૌથી ખતરનાક બેટ્સમેન છે. ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. તેમના ઘરે એકથી એક શાનદાર મોંઘીદાટ ગાડીઓનો કાફલો છે. પાર્ટીના શોખીન ક્રિસ ગેલને દુનિયાનો સૌથી ઐયાશ ક્રિકેટર માનવામાં આવે છે. ક્રિસ ગેલની વાઈફનું નામ નતાશા અને તેની દિકરીનું નામ બ્લશ છે.

સ્નૈક્સ વેચતી હતી ગેલની માતા

જણાવી દઈએકે, ક્રિસ ગેલની માતા એક સામાન્ય સ્નૈક્સ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. તેના પિતા ડડલી ગેલ એક પોલીસ અધિકારી હતાં. ટી-20 ક્રિકેટે ક્રિસ ગેલની જીદંગી બદલી નાંખી.

કરોડોમાં કમાય છે ક્રિસ ગેલ

ક્રિસ ગેલ અવારનવાર પોતાના ફેન્સ માટે ઈંસ્ટાગ્રામ પર પોતાના ઘરના ફોટો મુકતા રહે છે. ક્રિસ ગેલ 10 દેશોની 14 ફ્રેંચાઈઝીથી ટી-20 ક્રિકેટ રમી ચૂક્યા છે. આઈપીએલ ઉપરાંત ક્રિસ ગેલ પાકિસ્તાન, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, જમૈકા, ઈંગ્લેંડ, બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકાની ટી-20 લીગ ટુર્નામેંટ્સમાં ક્રિસ ગેલ રમી ચૂક્યો છે.

અંદાજે 25 કરોડ રૂપિયાનો છે ક્રિસ ગેલનો બંગલો

વેસ્ટઈન્ડિઝ અને એમાંય જમૈકાની પહાડિયોની વચ્ચે ક્રિસ ગેલે આલીશાન બંગલો બનાવ્યો છે. તેની પાછળ અંદાજે 25 કરોડ રૂપિયા ખર્ચ થયા હશે. ક્રિસ ગેલે જણાવ્યું હતુંકે, તેના ઘરમાં ક્લબથી લઈને સ્વિમિંગ પુલ, ડાંસ ફ્લોર સુધીની પાર્ટી કરવાની તમામ સુવિધાઓ રાખવામાં આવી છે.

જમૈકાની પહાડિયોમાં છે આલીશાન બંગલો

ક્રિસ ગેલ વેસ્ટઈન્ડિઝના જમૈકાની પહાડિયોમાં પોતાના આલીશાન બંગલામાં રહે છે. ક્રિસ ગેલે પાર્ટી માર્ટી પોતાના ઘરના થર્ડ ફ્લોર પર સ્વિમિંગ પુલ બનાવ્યો છે. એટલું જ નહીં તેણે પોતાના ઘરમાં એક શાનદાર ડાંસ ફ્લોર પણ તૈયાર કરાવ્યો છે.

દુનિયાનો સૌથી ઐયાશ ક્રિકેટર કહેવાય છે ક્રિસ ગેલ

ક્રિસ ગેલ ને વાઈન, સિગાર, ડાંસ અને ગર્લફ્રેન્ડ્સ સાથે રજાની મજા માણવાનું પસંદ છે. દુનિયાનો સૌથી ઐયાશ ક્રિકેટર કહેવાય છે ક્રિસ ગેલ.

(5:31 pm IST)