Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

અબ તક છપ્પનઃ ભારતીયોના વિજયના સાક્ષી બનેલા મેદાનોમાં સેન્ચુરીયન ૫૬મું

૨૦૨૧માં ૮ ટેસ્ટ જીત્યા, વિરોધી ટીમને ૧૨ વખત ૨૦૦ રનની અંદર ઓલઆઉટ કર્યુઃ કોહલી કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલીયા, ઇંગ્લેન્ડ અને આફ્રિકામાં બે ટેસ્ટ જીતનાર પ્રથમ ભારતીય

નવી દિલ્હીઃ સાઉથ આકફ્રિકાનું સેન્ચુરિયન એવું પ૬મું મેદાન છે જ્યાં ભારત ટેસ્ટ-મેચ જીત્યું છે, એ સાથે, ભારતે સૌથી વધુ ગ્રાઉન્ડ પર ટેસ્ટ-મેચ જીતવાના ઓસ્ટ્રેલિયાના વિશ્વવિક્રમની બરાબરી કરી છે.

 કોહલી સેન્સુરિયન પર ટેસ્ટ જીતનારો એશિયાનો પહેલો કૅપ્ટન બન્યો છે. તેના સુકાનમાં ભારત સતત ત્રીજી ટેસ્ટ જીત્યું છે.

 કોહલીના નેતૃત્વમાં ભારત સાઉથ આફ્રિકા સામે ૮ ટેસ્ટ જીત્યું છે અને તે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ રમી ચૂકેલા કૅપ્ટનોમાં વિશ્વવિક્રમ ધારક રિકી પૉન્ટિંગની બરાબરીમાં થઈ ગયો છે.

 કોહલી કૅપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકામાં બે ટેસ્ટ જીતનારો પ્રથમ ભારતીય છે.

 ભારતે સાઉથ આફ્રિકાની ધરતી પર ચોથી વખત ટેસ્ટ જીતી છે. આ દેશમાં ટીમ ઇન્ડિયાની આ લાગલગાટ બીજી ટેસ્ટ-જીત છે. છેલ્લે ૨૦૧૮માં જોહનિસબર્ગમાં ભારત શ્રેણીની અંતિમ ટેસ્ટ ૨૮ રનથી જીત્યું હતું. એ પહેલાં

 ભારતીયો૨૦૦૬માં જોહનિસબર્ગમાં અને ૨૦૧૦માં ડરબનમાં જીત્યા હતા.

 ભારતે સતત ત્રીજી બોકિંસગ ડે ટેસ્ટ (૨૬મી ડિસેમ્બરે શરૂ થતી ટેસ્ટ) જીતી લીધી છે. અગાઉની બે જીત ઓસ્ટ્રેલિયા સામે ૨૦૧૮માં અને ૨૦૨૦માં મેળવી હતી.

 વર્ષ ર૦ર૧માં ભારત ફુલ ૮ ટેસ્ટ જીત્યું છે. ૨૦૧૦માં પણ ભારત ૮ ટેસ્ટ જીત્યું હતું. ૨૦૧૬માં જીતેલી ૯ ટેસ્ટ ભારત માટે વિક્રમ છે.

 ભારતે એક વર્ષમાં હરીફ ટીમોને ટેસ્ટના દાવમાં ૨૦૦ રનની અંદર ઓલઆઉટ કર્યું હોવાના કુલ ૧૨ બનાવ બન્યા છે. જોકે, ભારતીયો ઇંગ્લેન્ડના ૧૯૭૮ની સાલના વર્લ્ડ રેકોર્ડડી વંચિત રહ્યું, કારણકે એ વર્ષમાં બ્રિટિશરોએ ૧૩ વર્ષમાં હરીફોને ૨૦૦ની અંદર આઉટ કર્યા હતા.

(3:05 pm IST)