ખેલ-જગત
News of Monday, 1st March 2021

ન્યુઝીલેન્ડના ફિન એલને છગ્ગા- ચોગ્ગાનો વરસાદ વરસાવ્યો

આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓએ રસ દાખવ્યો ન હતો

વેલિંગ્ટનઃ ન્યુઝીલેન્ડના ફિન એલને તોફાની ઈનિંગ રમી આઈપીએલની ફ્રેન્ચાઈઝીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. આઈપીએલની હરાજીમાં એલનને કોઈએ ખરીદયો ન હતો. ફોર્ડ ટ્રોફી ટૂર્નામેન્ટમાં વેલિંગ્ટન ફાયરબડર્સ વતી રમતા એલને માત્ર ૫૯ બોલમાં ૧૨૮ રન ઝીંકી દીધા હતા. ૧૦૨ રન તો ૧૧ છગ્ગા અને ૯ ચોગ્ગા ફટકારી બનાવ્યા હતા.

(2:47 pm IST)