ખેલ-જગત
News of Monday, 1st March 2021

વેલડન વિનેશ...ગોલ્ડ જીત્યો

રોમમાં થનારી ટૂર્નામેન્ટમાં પણ ભાગ લેશે

કિવ (યુક્રેન): ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે આઉટસ્ટેન્ડિંગ યુક્રેનિયન રેસલર્સ એન્ડ કોચિસ મેમોરિયલ ટુર્નામેન્ટમાં બેલારસની રેસલર અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વી.કાલાદઝિન્સ્કેને ૫૩ કિલોગ્રામની કેટેગરીમાં ૧૦-૮થી મહાત આપીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

કોરોનાને લીધે લદાયેલા લોકડાઉનને લીધે વિનેશ ગેમથી લગભગ એક વર્ષ દુર રહી હતી. નવેમ્બર ૨૦૨૦થી યુરોપમાં ટ્રેઈનિંગ લઈ રહેલી વિનેશ પહેલાં જ ટોકયો ઓલિમ્પિકસ માટે કવોલિફાય કરી ચૂકી છે. આ ટુર્નામેન્ટ જીત્યા બાદ હવે તે ૪ થી ૭ માર્ચ સુધી રોમમાં થનારા આ સત્રની પહેલી રેન્કિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. વિનેશ ૨૦૧૪માં કોમનવેલ્થ અને ૨૦૧૮માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી હતી.

(4:31 pm IST)