ખેલ-જગત
News of Monday, 1st March 2021

યુરોપ પ્રવાસની પહેલી મેચમાં ભારતીય હોકી ટીમે જર્મનીને 6-1થી આપી માત

નવી દિલ્હી: ભારતીય પુરુષ હોકી ટીમે તેની મેચમાં જર્મનીને 6-1થી પરાજિત કરીને ચાર મેચની યુરોપના પ્રવાસમાં વિજયી પ્રારંભ કર્યો હતો. ભારતીય ટીમ તરફથી નીલકાંત શર્મા (13 મી મિનિટ), વિવેક સાગર પ્રસાદ (27 મી અને 28 મી મિનિટ), લલિતકુમાર ઉપાધ્યાયે (41 મી મિનિટ), આકાશદીપ સિંઘ (42 મા મિનિટ) અને હરમનપ્રીત સિંઘ (47 મી) ગોલ કર્યા.ભારતીય પુરુષ હોકી ટીમ લગભગ 12 મહિનાના અંતર પછી પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હતી. મેચમાં ભારતીય ટીમે આક્રમક શરૂઆત કરી અને જર્મની પર દબાણ બનાવ્યું.

(5:14 pm IST)