ખેલ-જગત
News of Monday, 1st March 2021

યુવા રેસલર બજરંગ પુનિયાએ ટોક્યો ઓલિમ્પિક સુધી સોશિયલ મીડિયાને કહ્યું અલવિદા

નવી દિલ્હી: ભારતીય યુવા રેસલર બજરંગ પુનિયાએ ટોક્યો ઓલિમ્પિક સુધી સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું છે. બજરંગે સોમવારે જાહેરાત કરી હતી કે તેમણે ટોક્યો ઓલિમ્પિક સુધી તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે, જેથી તે ઓલિમ્પિક માટેની તેની તૈયારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપી શકે.માધ્યમમાં પાછા ફરશે. તેણે પોતાના ચાહકોને તેમનો પ્રેમ રાખવા જણાવ્યું હતું. બજરંગે ટિ્‌વટ કર્યું હતું કે, "હું આજથી મારા બધા સોશ્યલ મીડિયા હેન્ડલ્સ બંધ કરી રહ્યો છું. હવે ઓલિમ્પિક પછી હું તમને બધાને મળીશ. આશા છે કે તમે તમારો પ્રેમ રાખશો, જય હિન્દ."

(5:15 pm IST)