ખેલ-જગત
News of Wednesday, 30th November 2022

ટી-૨૦ માટે અલગ કોચ, ત્રણેય ફોર્મેટમાં જુદા- જુદા કેપ્‍ટન બનશે?

બીસીસીઆઈની નવી પસંદગીની ટીમ આવતા મહિનાના અંત સુધીમાં બની જશે

નવી દિલ્‍હીઃ બીસીસીઆઈની સમીક્ષા બેઠક મુલત્‍વી રહી છે. જે હવે ટીમ ઈન્‍ડિયાના બાંગ્‍લાદેશ પ્રવાસ બાદ મળશે.

જો કે બીસીસીઆઈનો પ્‍લાન આ પ્રવાસ પહેલા જ કોચ દ્રવિડ અને કેપ્‍ટન રોહિત સાથે કરવાનો છે. નવી પસંદગી સમિતિ ડિસેમ્‍બરમાં અંત સુધીમાં થવાની સંભાવના છે.

બીસીસીઆઈ આ બેઠકમાં કેટલાક મુશ્‍કેલ અને મોટા નિર્ણયો લઈ શકે છે. ટી-૨૦ વર્લ્‍ડકપમાં ટીમના પ્રદર્શનની સમીક્ષા, મુખ્‍ય કોચ અને સ્‍ટાફ, પસંદગી સમિતિની રોટેશન પોલીસી, દરેક ફોર્મેટમાં અલગ- અલગ કેપ્‍ટન તેમજ ટી-૨૦ ફોર્મેટમાં અન્‍ય કોચની જરૂરીયાત અંગે ચર્ચા કરવામાં આવી શકે છે.

(3:29 pm IST)