ખેલ-જગત
News of Wednesday, 30th November 2022

એથિક્‍સ ઓફિસર વિનિતસરને બીસીસીઆઇ પ્રમુખ રોજર બિન્‍નીને નોટીસ ફટકારી

બિન્‍નીના પુત્રવધુ ભારતીય ક્રિકેટની ડોમેસ્‍ટીક સિઝનના સ્‍ટારસ્‍પોર્ટસમા અધિકારો ધરાવે છે, લેખિતમાં જવાબ આપવા માંગ

નવી દિલ્‍હીઃ બીસીસીઆઇમા એથિક્‍સ ઓફિસર વિનીત સરને પ્રમુખ રોજર બિન્નીને હિતોના સંઘર્ષની નોટિસ મોકલી છે. સરને બિન્ની પાસેથી ૨૦ ડિસેમ્‍બર સુધીમાં તેમના પર લગાવવામાં આવેલા હિતોના સંઘર્ષના આરોપી સામે લેખિત જવાબ માંગ્‍યો છે. ફરિયાદી સંજીવ ગુપ્તાએ આરોપ લગાવ્‍યો છે કે બિન્ની તેમની પુત્રની પત્‍ની મયંતી લેંગર સ્‍ટાર સ્‍પોર્ટ્‍સ ચેનલ માટે એન્‍કર તરીકે કામ કરે છે તેથી તે વિવાદાસ્‍પદ છે. સ્‍ટાર સ્‍પોર્ટ્‌સ ભારતીય ક્રિકેટની ડોમેસ્‍ટિક સિઝનના મીડિયા અધિકારો ધરાવે છે.

આ નોટિસમાં જણાવવામાં આવ્‍યું છે કે બીસીસીઆઇના નિયમો અને વિનિયમોના નિયમ ૩૯(૨) (બી) હેઠળ એથિકસ ઓફિસર, નિયમ ૩૮(૧) (i) દ્વારા બીસીસીઆઇ અને નિયમ ૩૮(૨) ના ઉલ્લંઘન માટે ફરિયાદ મળી છે. પીટીઆીઇ અનુસાર, સંજીવ ગુપ્‍તાએ રોજર બિન્ની વિરૂદ્ધ ફરિયાદ કરી છે, જે ૧૯૮૩માં વર્લ્‍ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. આ કારણે સરને બિન્નીને તેમની સામેના હિતોના ટકરાવના આરોપોના કેસમાં ૨૦ ડિસેમ્‍બર સુધીમાં લેખિત જવાબ આપવા જણાવ્‍યું છે.

ફરીયાદી સંજીવ ગુપ્‍તાએ આરોપ લગાવ્‍યો છે કે બિન્નીના હિતોનો સંઘર્ષ છે કારણ કે તેની પુત્રવધુ સ્‍ટાર સ્‍પોર્ટ્‍સ માટે કામ કરે છે જેની પાસે ભારતીય ક્રિકેટની સ્‍થાનિક સિઝનના મીડિયા અધિકારો છે.

(3:29 pm IST)