ખેલ-જગત
News of Wednesday, 30th November 2022

ઇંગ્‍લેન્‍ડના કેપ્‍ટન સહીત ૧૪ સભ્‍યો વાયરસની ઝપેટમાંપ ખેલાડીઓ સહીતના સભ્‍યો બિમાર પડતા સારવારમાં

ઇંગ્‍લેન્‍ડ-પાકિસ્‍તાન વચ્‍ચેના ટેસ્‍ટ મેચમાં સંકટઃ

નવી દિલ્‍હી, તા., ૩૦: ઇંગ્‍લેન્‍ડ અને પાકિસ્‍તાન વચ્‍ચેની ટેસ્‍ટ મેચ પહેલા ઇંગ્‍લેન્‍ડની ટીમ ઉપર સંકટ આવ્‍યું છે. કેપ્‍ટન સહીત ટીમના ૧૪ સભ્‍યો વાયરસની ઝપટે ચડી ગયા છે.

ઈંગ્‍લેન્‍ડ અને પાકિસ્‍તાન વચ્‍ચે ૧ ડિસેમ્‍બરથી શરૂ થઈ રહેલી ટેસ્‍ટ શ્રેણી પર મોટું સંકટ આવી ગયું છે. મેચના એક દિવસ પહેલા ઈંગ્‍લેન્‍ડના કેપ્‍ટન બેન સ્‍ટોક્‍સ સહિત ટીમના કુલ ૧૪ સભ્‍યો વાયરસનો શિકાર બન્‍યા છે. આ સમાચાર રાવલપિંડીમાં રમાનારી ટેસ્‍ટ મેચના એક દિવસ પહેલા સામે આવ્‍યા છે.

એક  મીડિયા અહેવાલ અનુસાર, ચેપગ્રસ્‍ત ૧૪ સભ્‍યોમાંથી અડધા ખેલાડીઓ અને સ્‍ટાફ સભ્‍યો છે. ઈંગ્‍લેન્‍ડે ત્રણ ટેસ્‍ટ મેચની શ્રેણી માટે ૧૫ ખેલાડીઓને પાકિસ્‍તાન મોકલ્‍યા છે, આમાંથી લગભગ અડધા ખેલાડીઓ ચેપથી પીડિત છે. આવી સ્‍થિતિમાં પ્રથમ ટેસ્‍ટ મેચ કેવી રીતે થશે, તે હજુ સ્‍પષ્ટ નથી.

રિપોર્ટ પ્રમાણે, ઈંગ્‍લેન્‍ડ ટીમનો એટલો ખરાબ હાલ થયો છે કે મેચના એક દિવસ પહેલાના પ્રેક્‍ટિસ સેશનમાં ભાગ લેવા માટે ફક્‍ત ૫ ખેલાડીઓ જ પહોંચી શકયા અને બાકી તમામ બીમાર જ રહ્યા. ઈંગ્‍લેન્‍ડના ખેલાડીઓને કયો વાયરસ થયો છે, હાલ તેની પુષ્ટિ પણ નથી થઈ શકી. આ કોરોના કે કોઈ અન્‍ય અજ્ઞાત વાયરસ હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્‍તાનમાં લાંબા સમય બાદ ઈન્‍ટરનેશનલ ક્રિકેટની વાપસી થઈ છે, ઈંગ્‍લેન્‍ડ પણ ઘણા દાયકાઓ બાદ પાકિસ્‍તાનમાં કોઈ ટેસ્‍ટ સીરીઝમાં ભાગ લેવા માટે પહોંચ્‍યું છે. આ કારણ છે કે પીસીબી દ્વારા આ સીરીઝને ઘણી હાઈલાઈટ કરવામાં આવી રહી હતી. ઈંગ્‍લેન્‍ડ તરફથી પણ ઘણા મોટા પ્‍લેયર્સ, પૂર્વ ક્રિકેટર્સ અને કમેન્‍ટેટર્સ આ સીરીઝ માટે પાકિસ્‍તાન પહોંચ્‍યા છે.

(4:26 pm IST)